________________
[૩૭]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત નહિ. તેઓની સાથે આલાપ સંલાપર વગેરે છોડી દેવા, કારણકે તેથી જરા પણ લાભ નથી અને નુકસાન થાય છે. કારણકે જવા આવવાથી પરસ્પર સ્નેહ બંધાય છે, અને
સ્નેહને લીધે તેણે કહેલા કાર્યમાં દાક્ષિણ્યતા–ડહાપણ કરવું પડે છે, તેથી ઉત્તમ ગુણે પણ મલીન થાય છે, માટે તમે અવિરતિ જનોની સોબત કરશે નહિ, એમ શ્રાવકે પરિવારને કહેવું. ૩૬૭.
અવિરતિવાળા જીના સંગથી બીજા પણ અનેક ગેરલાભ થાય છે તે જણાવે છે – દર્શને માલિન્ય હવે ધર્મ વિણસે એહથી, ધર્મ નાશે ભવભ્રમણ હોવું જરૂર ખોટું નથી; સર્વત્ર કરવું ઉચિત કરો રાગ ગુણમાં પ્રભુતણું, વચને કરી પ્રીતિ રહા અધ્યસ્થ દોષ અગણના. ૩૬૮
અર્થ–વળી અવિરતિની સેાબતથી સમકિતમાં મલીનતા થાય છે. તેથી ધર્મને વિનાશ થાય છે. અને ધર્મને નાશ થવાથી આ સંસારમાં જરૂર રખડવું પડે છે, તેમાં જરાએ ખોટું નથી, માટે તેમ કરવું નહિ, અને સર્વ સ્થળે વખત વિચારીને કામ કરવું. ગુણને વિષે રાગ ધારણ કરે. પ્રભુના વચનમાં પ્રીતિ કરવી, તથા ગુણ રહિત જીના દેષ જોતાં માધ્ય ભાવ રાખો. તેવાને સમજાવવા, છતાં ન સમજે તો તેના પ્રત્યે ઉદાસીનતા રાખવી, પણ તેના પ્રત્યે કેપ કરવો નહિ. ૩૬૮.
૧-૨ આલાપ એટલે એક વાર વાતચીત કરવી અને સંલાપ એટલે વારંવાર વાતચીત કરવી તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org