SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મજાગરિકા [૩૬૮.] જતે જોઈને બીજાઓને પણ એમ થાય કે એ ધર્મ સારે છે. નહિ તે આ ગુણ જીવ જાય કેમ? વળી જનાર પોતાના સમ્યકત્વને નાશ કરે છે. આ કારણથી હે શ્રાવકે ! તમે મિથ્યાત્વીઓની સેબત–પરિચય વિગેરે કરશો નહિ. એ પ્રમાણે અન્ય દર્શનીની સેબત તજવી એટલું જ નહિ, પણ પિતાના દર્શનમાં પણ પાર્થસ્થ વગેરે પાંચની સેબત ન કરવી. કારણ કે તેવા વેશધારીઓની સેબત વંદન–ભક્તિ વગેરે કરવાથી ફક્ત કાયકલેશજ થાય છે અને વધારામાં પાપકર્મો બંધાય છે. ૩૬૬. શ્રાવકે પરિવારને કહેવું કે અવિરતિની સબત ન કરવી એ જણાવે છે – અવિરતિના સ્થાનમાં ગમનાગમન કરશે નહિ, આલાપ સંલાપાદિ તજવા લાભ એથી જ નહિ, ગમનાદિથી બંધાય પ્રીતિ એહથી દાક્ષિણ્યતા, કરવું પડે કીધેલ કારજ સુગુણ પણ દૂષિત થતાં. ૩૬૭ અર્થ–વળી અવિરતિ એટલે જે વ્રત પચ્ચખાણ રહિત છે તેમના સ્થાનમાં ગમનાગમન એટલે જવું આવવું ૧ પાર્થસ્થાદિ પાંચ-૧ પાર્થસ્થ-મિથ્યાત્વ રૂપી પાસમાં રહેનાર અથવા માત્ર મુનિ વેષધારી છતાં તે પ્રમાણે નહિ વર્તનાર. ૨ અવસ–શીથીલાચારી ૩ કુશીલ–આચાર રહિત ૪ સંસક્ત-સોબત, પ્રમાણે વર્તનાર, ૫ યથાઈદ-મરજી મુજબ વર્તનાર. આ પાંચ પ્રકારના વેષધારી (મુનિ વેષ ધારણ કરનાર) ની સોબત ન કરવી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005307
Book TitleShravak Dharm Jagrika Sarth tatha Deshvirti Jivan
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1636
Total Pages714
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy