________________
[ ૩૬૬ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત હિય તથા સાધર્મિ પણ રહેતા ન હોય તેવા સ્થાનમાં આપણે કદી રહેવું ન જોઈએ. કારણકે સાધર્મિક વિગેરેની સંબંધથી જીવન ધર્મ પ્રત્યે અધિક વાસનાવાળું (ધર્મિષ્ટ) થાય છે, તથા સાવદ્યથી એટલે પાપવાળા કાર્યોથી અલગ રહેવાની ઈચ્છા થાય છે. ૩૬૨.
- સાધર્મિકના બે પ્રકાર કહે છેજાતિ કુલ કર્માદિ સરખા જેહના તે દ્રવ્યથી, ભવભીરૂ ધર્મપરાયણ સાધર્મિકો એ ભાવથી; સાધર્મિસંગી નિશ્ચયે જિન ધર્મરંગી પણ બને, દુર્જન કુસંગ તજી નિરાતે સાધજે જિન ધર્મને. ૩૬૩
અર્થ–જેમના જાતિ, કુલ તથા કર્માદિ એટલે વ્યાપાર વિગેરે કાર્યો સરખા હોય તે દ્રવ્યથી સાધર્મિક જાણવા, તથા જેઓ સંસારથી ભય પામનારા, ધર્મમાં તત્પર હોય તે ભાવ સાધર્મિક જાણવા માટે જેઓ ભાવ સાધર્મિકની સેબત કરનારા હોય છે, તેઓ જરૂર જૈન ધર્મમાં રાગવાળા થાય છે. માટે સાધર્મિક જ્યાં હોય તેવા સ્થળમાં રહેવું. વળી તમે દુર્જન એટલે નઠારા માણસની ખરાબ બત છોડી દઈને શાંતિ પૂર્વક જૈન ધર્મની આરાધના કરજે. ૩૬૩.
શ્રાવકોએ કેની કેની સોબત ન કરવી તે જણાવે છે -- વેશ્યા જુગારી ભાટ ચારણ નટ શિકારી ધીરે, ઠાકોર ઠગ સોની પ્રમુખને સંગ હેય ભયંકરે; . ૧ દુસત નિકસ બસીએ નહિ, વસી ન કરીએ વાત; : કિટલી બેર સંગતે, છેદત ઉનકે પાત. 1 :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org