________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૬૩ ] અર્થ–શ્રાવક પોતાના કુટુંબી જનેને એકઠાં કરીને ધર્મને ઉપદેશ આપે, તેથી તેઓ ધર્મમાં દઢ આસ્થાવાળા બને છે. ઉત્તમ શ્રીજિન ધર્મને સાંભળવાની ઈચ્છાવાળા થાય છે, તથા સારી જયણ પૂર્વક ધર્મને પાળે છે. એ પ્રમાણે લાભ થાય છે, માટે સુશ્રાવકો સર્વે કુટુંબ પરિવારને ભેગા કરીને રાત્રે હંમેશાં ઉપદેશ આપે. તેમાં પણ સદાચારમાં મજબૂત બનાવવા માટે ઉત્તમ શીયલવાન શ્રી વિજયશેઠ વિજયા રાણી વિગેરે સ્ત્રી પુરૂષનાં દષ્ટાન્તો ઘણી વખત સમજાવવા. ૩૫૮.
પૂર્વે કહ્યા પ્રમાણે જે શ્રાવક ઉપદેશ ન આપે તો તેને શું નુકસાન થાય? તે કહે છે –– તેવું કરે નહિ શ્રાવકો જે પાપ કારણ તે બને, પરિવાર ધર્મ ન પામવાથી જે કરે ચર્યાદિને; વધ બંધ પામે પરભવે પણ દુઃખ લહે દુર્ગતિતણા, એ સર્વમાં શ્રાવક ગણાયનિમિત્ત બોલે ગુણીજના. ૩૫૯
અર્થ:– શ્રાવક પોતાના કુટુંબને ધર્મને ઉપદેશ ન આપે, તે તે પરિવારે કરેલા પાપમાં નિમિત્ત કારણ બને છે. કારણકે તેને પરિવાર ધર્મ ન પામે તેથી ચોરી કરે, જૂઠ બોલે વિગેરે પાપકર્મ કરીને આ લોકમાં વધ-માર વિગેરે, બંધન એટલે દેરડાદિથી બંધાવવું વિગેરેને પામે, તથા પરભવમાં દુર્ગતિના દુઃખની પ્રાપ્તિ થાય. આ બધામાં તે શ્રાવક નિમિત્ત ગણાય છે એ પ્રમાણે કેવલજ્ઞાની પૂજ્ય પુરૂષ કહે છે. ૩૫૯.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org