________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૩૬૧ ]
વચને કહેવા જોઇએ. યાદ રાખવું કે કોઇને યુક્તિથી પણ ઠેકાણે લાવી શકાય છે. કારણ કે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેમૂર્ખને ઠેકાણે લાવવા હાય, તેા વ્હેલાં તે આપણું કહ્યું માને તેમ ન હેાય તે તે કહે તેમ હા કહેવી. આમ કરતાં જ્યારે અવળે રસ્તે જતાં ખત્તા ખાય, અને બીજી વાર સીધા રસ્તે પૂછે, ત્યારે તમે જે કહેશે, તે કબુલ કરશે. કારણ કે કહેવત છે કે ખત્તા ખાય ત્યારે મૂર્ખાએ જરૂર ઠેકાણે આવે. તેમજ સજ્જનને સન્માર્ગમાં લાવવા નમસ્કાર કરીને કહેવુ જોઇએ, અને લે!ભીને પૈસાથી ઠેકાણે લવાય અને પંડિતને તત્ત્વાર્થની વાતચીત કરવાથી રસ્તે ચડાવી શકાય, વશ કરી શકાય, રાજી કરી શકાય. કહ્યું છે કે
46
मूर्ख छंदानुरोधेन - साधुमंजलिकर्मणा ॥ लुब्धमर्थेन गृह्ળીયાત્-તત્ત્વાર્થને ૨ જીતમ્ | છુ ॥ તેમજ દીવાળીમાં દારૂખાનું ફાડવામાં નાહકના ખર્ચે થાય, ઘણી જીવહિંસા થાય. એ પણ શાંતિથી જરૂર સમજાવવુ. કારણ કે દીવાળીને ખરા મુદ્દો એ છે કે-પ્રભુ શ્રી મહાવીરના જીવનમાંથી અપૂર્વ એધ લઇને શક્તિ પ્રમાણે માક્ષ માર્ગની આરાધનામાં જલ્દી ઉજમાલ થવું. પ્રભુદેવ તે નિર્વાણ પદ પામ્યા. પણ આપણે કઈ ગતિમાં જઇશું તેની ખબર નથી. જેથી જલ્દી પ્રમાદને દૂર કરીને પ્રભુભક્તિ-ગુરૂભક્તિ-સામાયિક-આવશ્યક-ઉપધાનાદ્રિ ધર્મારાધન કરી લેવું. પેદાશનું સરવૈયું કાઢા, તેમ વર્ષમાં કેટલી આત્મિક કમાણી કરી ? તેનુ પૂરી કાળજીથી સરવૈયું કાઢવુ જોઇએ. પ્રભુ શ્રૉ મહાવીરદેવે ગોતમ સ્વામીને કહ્યું કે-૩જીદે વહુ માનુલે મને એટલે હું ગાતમ ! તું જરૂર
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International