________________
શ્રી ધર્મજાગરિકા
[ રૂપ ] લાવી શકાય છે, તે પછી મનુષ્યને તો થોડા ટાઈમમાં જરૂર સન્માર્ગમાં લાવી શકાય, આ બાબતમાં એલેકઝાંડરનું દષ્ટાંત જાણવા જેવું છે, તે ટુંકામાં આ પ્રમાણે–એક વખત અનુભવી એક માણસને સાથે લઈને એલેક્ઝાંડર હિંદુસ્તાનમાં મુસાફરી કરવા નીકળ્યા હતા. અનુક્રમે અનેક સ્થલે ફરતાં ફરતાં તેમણે જંગલમાં તળાવને કાંઠે ઝાડ નીચે ધ્યાનમાં બેઠેલા એક મહાપુરૂષને જોયા. જોતાંની સાથે એલેક્ઝાંડરને મહાત્માના શાંત વાતાવરણની એ અસર થઈ કે તેણે ઘોડે ઉભો રાખી મહાત્માની સામે નજર રાખી. તેટલામાં મહાત્માનું ધ્યાન પૂર્ણ થયું. વાતચીત કરતાં કરતાં મહાત્માએ એલેકઝાંડરને પૂછ્યું કે–તમે કેણ છે? તેણે કહ્યું કેહું આખા હિંદુસ્તાનની ઉપર સત્તા ચલાવનાર વડે અધિકારી છું. આ સાંભળીને મહાત્માએ કહ્યું કે જે તમે આખા હિંદુસ્તાનની ઉપર સત્તા ચલાવી શકતા હો, તો આ તળાવને કાંઠે ઉભેલા બગલાએ મેંઢામાં માછલી પકડી છે, તેને સત્તાના બળથી છોડાવે. જેથી મને ખાત્રી થાય કે તમારી સત્તા આખા હિંદુસ્તાનની ઉપર ચાલી શકે છે. મહાત્માના આ વચન સાંભળીને એલેકઝાંડરે પિસ્તુનો ભય બતાવીને બગલાને કહ્યું કે–આ માછલાને છોધ દે નહિ તો તને ગોળીબાર કરીશ એમ ધમકી આપી, છતાં બગલાએ મેંઢામાંથી માંછલીને છોડી નહિ. આ બનાવ જોઈને મહાત્માએ એલેક્ઝાંડરને કહ્યું છે. મને એજ આશ્ચર્ય થાય છે કે એક બગલા જેવું તિર્યંચ પ્રાણી તમારી સત્તા (આજ્ઞા) માનતું નથી, તે પછી આખું હિંદુસ્તાન તમારી સત્તા કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org