________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૫૭ ] સ્ત્રી પુત્ર પુત્રી પિાત્ર બાંધવ કુલવધુ મિત્રાદિ એ, ઘર કારણે કદી ના સુણે ઉપદેશ મુનિવરની કને, રોગાદિ કારણના વિશે પણ ના સુણે મુનિ દેશના, એથી જરૂર ઉપદેશ આપે તેમને શ્રાવક જના. ૩૫૬
અર્થ–પોતાના તે સ્ત્રી, પુત્ર, પુત્રી, પૌત્ર, ભાઈ, ઘરની બીજી સ્ત્રીઓ તથા મિત્ર વિગેરે જેઓ ઘરના કારણે એટલે ઘરના કામમાં રોકાએલાં હોવાથી મુનિરાજની પાસે ઉપદેશ સાંભળવા ન જઈ શકતા હોય. તથા તેમાંના જે કે રેગ વિગેરે કારણથી મુનિની દેશના સાંભળવાને ઉપાશ્રયે ન જઈ શક્તાં હોય. તથા પિતાનાં વૃદ્ધ માતપિતા વગેરે પણ વૃદ્ધાવસ્થા વગેરે કારણોને લઈને મુનિરાજની વાણુને લાભ મેળવી શકતાં ન હોય, તે બધાની ધર્મભાવના સતેજ રાખવાને માટે ઉત્તમ શ્રાવકોએ ઉપદેશ આપવાની ખાસ જરૂર છે. ૩૫૬.
ઉપર કહ્યા પ્રમાણે જે શ્રાવક પિતાનાં પરિવારને ધર્મોપદેશ ન આપે તો તેનું પરિણામ કેવું આવે? તે જણાવે છે - શ્રાદ્ધ ઈમ જે ના કરે પરિવાર પણ ના સાંભલે, થઈને પ્રમાદી ધર્મ ચૂકે તેહથી દુર્ગતિ એલે, એ આશયે જે યોગ્ય જેને શ્રાદ્ધ તે પણ તેહને, સમજાવતા સવિશેષ હેતે શ્રેષ્ઠ જયણા ધર્મને. ૩૫૭
અર્થ:– શ્રાવક એ પ્રમાણે ધર્મને ઉપદેશ ન સંભળાવે, તે ઉપર જણાવેલે પરિવાર તે ઉપદેશ સાંભળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org