________________
[ ૩૫૬ ]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત અથવા જરૂર સિવાય એટલે શરીરને સુખી કરવાની ઈચ્છાથી સેવા કરાવતા નથી, પણ ગુરૂ મહારાજ ઉપકારી છે એમ જાણીને શ્રાવકોએ મુનિની વિશ્રામણામાં તત્પર રહેવું. વળી અપવાદ માર્ગને આશ્રી ખાસ કારણે ગુરૂ મહારાજ સાધુ પાસેજ વિશ્રામણ કરાવે. ૩૫૪.
ચાલુ પ્રસંગમાં મુનિભક્તિ બજાવીને પછી શ્રાવકે શું કરવું? તે જણાવે છે –
મુનિના અભાવે શ્રાદ્ધ પાસ કરાવતા વિશ્રામણા, પ્રબલ પુણ્ય પામીએ મુનિરાજની વિશ્રામણું કરી ભક્તિ શાતા પૂછીને વંદન ત્રિકાલ કરી ઘરે, જઈ શ્રાદ્ધ નિજ પરિવારને ધર્મોપદેશ ઘણો કરે. ૩૫૫
અર્થમુનિ મહારાજ બીજા મુનિને અભાવ હોય તે શ્રાવક પાસે પ્રબલ કારણે વિશ્રામ કરાવે. શ્રાવકે તો એમ સમજવું કે મુનિરાજની વિશ્રામણાનો પ્રસંગ પ્રબલ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. એમ જાણું શ્રાવકે ગુરૂ મહારાજની સેવામાં તત્પર રહેવું. એ પ્રમાણે ગુરૂની ભક્તિ કરીને સુખ શાતા પૂછીને “ત્રિકાલ વંદના” (રાત્રીએ ગુરૂ મહારાજની આગળ રજા લેતાં બેલાય છે) કરીને શ્રાવક પોતાના ઘરે આવે. ઘેર આવીને શ્રાવકે પોતાના કુટુંબની આગળ ઘણું પ્રકારને ધર્મોપદેશ કરે. ૩૫૫.
હવે શ્રાવકે કુટુંબ આગળ ધર્મોપદેશ શા માટે કરે? તે જણાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org