________________
શ્રી ધર્મજાગરિક
[૩૫] કરવાને લાયક બને છે. તથા સંયમી જી પણ પ્રાપ્ત થએલ ચાત્રિમાં સ્થિરતા પામે છે. વળી સ્વાધ્યાયથી ભણેલું ભૂલી ન જતાં તાજું રહે છે. વિગેરે ઘણું પ્રકારના લાભ સ્વાધ્યાયમાં રહેલા છે, એવું જાણું સ્વાધ્યાયમાં તત્પર રહેવું. વળી આ બધું ગુરૂના ઉપકારનું ફળ છે, એમ જાણીને શ્રાવકોએ ભાવપૂર્વક ગુરૂની વિશ્રામણ (હાથ–પગ દાબવા, વિગેરે સેવા) કરવી. કારણ કે વિનયપૂર્વક કરેલી ગુરૂની સેવાથી કર્મનિર્જરા વિગેરે સારા ફળની પ્રાપ્તિ થાય છે. ૩૫૩.
ગુરૂની વિશ્રામણું કરવાથી કેને કેવું ફલ મળ્યું? તે કહે છે – પાંચસે મુનિરાજની સેવા સુબાહ સુરંગથી, કરતા થયા બાહુબલી બલિયા વિશેષે ચક્રથી; મુનિરાજ ચાલે ત્યાં સુધી ન કરાવતા વિશ્રામણ, અપવાદથી સાધુ કનેજ કરાવતા વિશ્રામણ. ૩૫૪
અર્થ –સુબાહુ ઘણા રાગથી–ભાવથી પાંચસો મુનિએની સેવા કરતા હતા. તે સેવાના ફલથી બાહુબલીના ભવમાં ચકવતીથી પણ અધિક બળવાન થયા. તેથી તેમના ભાઈ ભરતરાજા ચક્રવતી છતાં પણ તેમની આગળ દરેક યુદ્ધમાં હાર પામ્યા. અને ચક તો કામમાં આવ્યુંજ નહિ. કારણ કે સ્વજન ઉપર ચકની અસર થતી નથી. આ બાબતમાં મુનિરાજ પણ બનતાં સુધી વિશ્રામણું કરાવતા નથી. ૧. પાન સડે ઘડા હડે, વિદ્યા વિસરે જાય
અંગારે રેટી જલે, કહે ચેલા કયું થાય? ૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org