________________
શ્રી ધર્મજાગરિકા
'
[ ૩૫૩ ]
આર્તધ્યાન રૌદ્રધ્યાન કરવું નહિ. પરંતુ પ્રતિકમણમાં ઘણું નિજેરા (કર્મક્ષયનો) લાભ છે એવું જાણીને તેમાં તીવ્ર ઉપયોગી બને એટલે સૂત્રે બેલતાં તેના ભાવાર્થને બરોબર વિચારતે રહે એમ મનને શુભ ધ્યાનમાં રેકે. જે પ્રતિકમણમાં ચિત્તની અસ્થિરતા થાય તો તેનું “મિચ્છામિ દુક્કડ દે તથા પ્રતિષેધ કરેલ એટલે જે કાર્યને નિષેધ હોય તે થઈ ગયું હોય વગેરે ગુનાઓ તે સરળપણે-કપટ રાખ્યા સિવાય હર્ષતા એટલે ખુશી થતા થતા શ્રાવકે ખમાવે. ૩૫૧. - હવે સાંજનું પ્રતિકમણ પૂરું થયા પછી શ્રાવકે શું કરવું? તે જણાવે છે –
૧૨. આર્તધ્યાન-રૌદ્રધ્યાન–મનની એકાગ્રતા અથવા તલીનતા થાય છે તે ધ્યાન કહેવાય છે. મનની અશુભ વિષયાદિમાં લીનતા થાય ત્યારે તે અશુભ ધ્યાન કહેવાય છે. તે અશુભ ધ્યાનના આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એવા બે ભેદ છે. તેમાં આતધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે–૧ ઈષ્ટવિયેગ આર્તધ્યાન-વહાલા પુત્રાદિના વિયોગથી શેકાતુર થવું તે. ૨. અનિષ્ટ સંગ આર્તધ્યાન-પિતાને જેની ઉપર દ્વેષ હોય, તે (વસ્તુ)ના સંબંધથી આહટ્ટ હટ્ટ વિચાર આવે છે. ૩. રેગચિંતા આર્તધ્યાન-શરીરમાં વ્યાધિ થવાથી હાયવોય કરવી “મારૂ હવે શું થશે?” વિગેરે ચિંતા. ૪. અશૌચ આર્તધ્યાન-ભવિષ્યમાં મારું શું થશે? વિગેરે ચિંતા. રૌદ્રધ્યાનના પણ ચાર ભેદ છે, તે આ પ્રમાણે –૧. હિંસાનુબંધી રૌદ્રધ્યાન એટલે અન્ય જીવોને ઘાત કરવાના તથા પીડવાના પરિણામ. ૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન-જુદું બેલીને ખૂશી થવાને પરિણામ. ૩. તેયાનુબંધી રૌદ્રધ્યાન–ચેરી કરવાના પરિણામ. ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન-પિતાનું ધન વગેરે સાચવવાના પરિણામ. શ્રી ભગવતીજી આદિમાં આ વિસ્તાર છે.
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org