________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૫ ] જાણવી. તેમાં જરા પણ શંકા કરવી એગ્ય નથી. ફક્ત શ્રી તીર્થકર અરિહંત એકલાજ સ્થાપના વિના પોતાના કલ્પને અનુસાર સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કરે છે. આપણે તો પ્રભુના કહ્યા પ્રમાણે પ્રમાણ કરવાનું છે, અથવા પ્રભુના વચન પ્રમાણે વર્તવું જોઈએ. પરંતુ તેમનું અનુકરણ–પ્રભુએ કર્યું તે પ્રમાણે બુધ-સમજુ પંડિત માણસ કદી પણ કરતા નથી, એટલે પ્રભુએ કહ્યું તે પ્રમાણે કરે છે. કારણ કે આપણાથી પ્રભુની પેઠે કરી શકાય નહિ. પ્રભુદેવ તે ખરેખર લેકોત્તર મહાપુરુષ છે. એટલે સામાન્ય માણસેથી ઘણુ ચઢિઆતા છે. ૩૪૩.
પ્રભુનું અનુકરણ નહિ કરવા ઉપર દષ્ટાન્ત કહે છે – મોરનું અનુકરણ કરતા હાલ જે કુકડાતણું, તેજ હાલ જરૂર હવે અનુકરણ કરનારના લોક પણ હાંસી કરે લજવાય જિનશાસન વળી, વ્યવહાર તત્વ વિચારતાં શંકા ટકે ના એ જવી. ૩૪૪
૧ અરિહંત—અહીં અરિહંત કહેવાથી તીર્થકરના જીવ તે ભવમાં અરિહંત-જિનેશ્વર ભાવતીર્થકર થવાના છે તે સમજવા. પણ હજી તે ભાવ અરિહંત થયા નથી. કારણ કે ચાર ઘાતી કર્મોને ક્ષય થાય ત્યારે ભાવ અરિહંત કહેવાય છે. તેઓ પિતાને તેવો કલ્પ હોવાથી પોતાની મેળેજ ચારિત્ર ગ્રહણ કરે છે. અને તેમના કેઈ ગુરૂ હેતા નથી. માટે તેમને સ્થાપના હોતી નથી. સ્વયંબુદ્ધ એવા પ્રભુને આચાર પણ તેવો જ છે. માટેજ “જેમ માથું” વગેરે કહે, અંતે શબ્દ ન બોલે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org