________________
[ ૩૪ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત સામાયિકાદિકરાય નહિ જો સ્થાપના નહિ સ્થાપતા, ભાષ્યકાર ભદન્ત શબ્દ સ્થાપના ફરમાવતા. ૩૪ર
અર્થ:–વળી સાક્ષાત્ ગુરૂ ન હોય તો જેમ જિનરાજના સાક્ષાત્ વિરહમાં તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તેમ ગુરૂના અભાવમાં ગુરૂની સ્થાપના આદેશ લેવા માટે સાધુએ તથા શ્રાવકોએ જરૂર સ્થાપવી જોઈએ. યાદ રાખવું કે જે સ્થાપના સ્થાપી ન હોય તો સામાયિક, પ્રતિકમણ વગેરે સ્થાપના વિના કરાતાં નથી. વળી ભાષ્યકાર મહારાજે “ભદન્ત” શબ્દ વડે સ્થાપનાનું ફરમાન કરેલું છે. ૩૪ર. સાધુ પરે શ્રાવક કહે ભંતે ન જ શંકા કરે, અરિહંત એકજ સ્થાપના વિણ સર્વસંયમ ઉચ્ચરે; પ્રભુદેવ વચન પ્રમાણ કરીએ અનુકરણ બુધના કરે, પ્રભુ કરે ન કરી શકાએ તેહ લેકેત્તર ખરે. ૩૪૩
અર્થ–સાધુની પેઠે શ્રાવક સ્થાપના સ્થાપતી વખતે ભતે” જરૂર કહે છે. તેથી બંનેને સ્થાપનાની જરૂરીયાત
૧ સ્થાપના–મુનિરાજ ગુરૂની સ્થાપના અક્ષ એટલે ચંદનક એટલે ગોળ-ત્રણ–પાંચ વિગેરે આંટાવાળા કેડા વિગેરેથી કરે છે. તેને વેગ ન હોય ત્યારે શ્રાવકે પુસ્તક નકારવાલી વગેરેની સ્થાપના કરે છે.
૨ આદેશ –શ્રાવક જે ધર્મક્રિયા કરે તે પિતે ગુરૂની આજ્ઞા મુજબ કરે છે તે જણાવવાને ગુરૂની અનુજ્ઞા માગવામાં આવે છે તેને આદેશ કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org