________________
શ્રી ધર્મજાગરિકા
[૩૪૩ ] સજઝાય મુનિની પાસ શ્રાવક પૂર્વની પેરે કરે, અતિ લાભ જાણી શ્રાવકો બહુ વાર સામાયિક કરે સમયે કરીને દેવવંદન તેમ પ્રત્યાખ્યાનને, પ્રતિકમણ કાલે કરે તે યોગ હોતાં ગુરૂ ક. ૩૪૧
અર્થ વળી શ્રાવક મુનિની પાસે પ્રતિકમણ વેલા ન થાય ત્યાં સુધી પૂર્વે કહેલી રીતે સ્વાધ્યાય ગ્રાન કરે. તથા ઘણું લાભનું કારણ હોવાથી શ્રાવકે એ ઘણું વાર સામાયિક કરવાં. વળી સધ્યા કાળ થાય, ત્યારે શ્રાવકે સાંજનું દેવવંદન કરવું એટલે દેરાસરમાં પ્રભુ દર્શન કરવું ૧ ચૈત્યવંદન કરવું. ત્યાર પછી સાંજના પ્રતિકમણ વખતે દિવસ ચરિમ (દુવિહાર, તિવિહાર, પાણહાર કે એવહાર) પચ્ચખાણ કરવું. વળી ગુરૂની જોગવાઈ હોય તો પ્રતિક્રમણ તથા પચ્ચખાણ ગુરૂ પાસે કરવું. ૩૪૧.
શ્રાવકને સ્થાપનાની જરૂરીયાત સમજાવે છે – જિમ બિંબજિનના વિરહમાં ગુરૂના અભાવે સ્થાપના, આદેશ કાજે થાપતા જિમ સાધુ તિમ શ્રાવક જના;
૧. આથી ઉત્તમ શ્રાવકે એ સમજવું જોઈએ કે ત્રીજી વારનું દેવવંદન પ્રતિક્રમણની પહેલાં જ કરવું. પ્રતિક્રમણ કર્યા પછીનાં વિધાનમાં મંદિરે જવાનું કહ્યું નથી તે વ્યાજબી છે, કારણ કે રાતે જ્યણું ધર્મ જાળવી શકાય નહિ. મર્યાદા પણ ન જાળવી શકાય એ પણ સહેજે સમજાય તેવી જ બીના છે. વિશિષ્ટ લાભાદિ કારણે એકાંત નિષેધ પણ નજ કરાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org