________________
[ ૭૪ ]
શ્રી વિજ્યપધરિજી કૃત દિવસ હોય છતાં તિમિરમાં જે જમે તો દોષ એ, સાંકડા વાસણ વિષે પણ જે જમે તે દોષ એ, એવું વિચારી પરિહરે નિશિભજન શ્રાવક સદા, જેથી મળે આ ભવ તથા પરભવ અચલ સુખસંપદા. ૩૪૦
અર્થ–સૂર્યાસ્ત ન થયો હોય એટલે દિવસ હોય છતાં પણ જે અંધારામાં જમે પણ એ રાત્રીજનને દેષ લાગે છે. તથા સાંકડા વાસણમાં જે જમે તે પણ એ દેષ લાગે છે. આ પ્રમાણેને વિચાર કરીને ધર્મિષ્ઠ શ્રાવકે હંમેશાં રાત્રીજનો ત્યાગ કરે. અને રાત્રીજનને ત્યાગ કરે તે આ ભવમાં તથા પર ભવમાં અચલ-સ્થિર સુખની અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. (અહીં રાત્રી ભજનના ત્યાગની બીના પૂર્ણ થાય છે.) ૩૪૦.
સાંજની પ્રતિક્રમણ વેલા ન થાય ત્યાં સુધી શ્રાવકે શું કરવું? તે જણાવે છે –
૧. માટેજ સમજુ શ્રાવકે ખુલ્લા, પહોળા વાસણમાં અજવાસમાં બેસીને જમે છે. જમવાના સ્થાને પણ ઉપરના ભાગમાં ચંદર જરૂર બાંધવો જોઈએ. એમ પાણીયારાના સ્થલે, રસોઈની જગ્યાએ, સૂવા બેસવાના સ્થલે, સામાયિકાદિ ધર્મક્રિયા કરવાના અને દળવા ખાંડવાના સ્થલે વગેરે દશ ઠામે ચંદરવા બાંધવામાં જીવદયા વગેરે અનેક લાભ જળવાય છે. ઉઘાડા વાસણમાંની ચીજ ઉત્તમ શ્રાવકથી જમાય પણ નહિ, અને સુપાત્રને પણ દેવાય નહિ, એમ સમજીને જણપૂર્વક નિર્મલ વ્યવહાર સાચવવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org