________________
[ ૩૪૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
અઃ—જેમ મારના પ્રમાણે વર્તન કરવાથી કૂકડાના જેવા હાલ થયા તેવીજ દશા પ્રભુનુ ં અનુકરણ કરનાર જીવેાની પણ થાય છે. કારણ કે તેનામાં પ્રભુનું અનુકરણ કરવામાં જોઈતી શક્તિ હાતી નથી, અને તે પ્રમાણે વર્તન કરવા જતાં લેાકમાં તેની મશ્કરી થાય છે. વળી તેથી જૈનશાસન પણ લજવાય છે. એમ વ્યવહારથી તત્ત્વને વિચાર કરતાં જરા પણ શંકા ટકી શકતી નથી. ૩૪૪
કયા અંદાજથી દેવસી પ્રતિક્રમણ શરૂ કરવુ? વગેરે જણાવે છે:
રવિ આથમે અડધા સમય એ શ્રાદ્ધસૂત્ર તણા ખરા, એ આશરે શરૂઆત આવશ્યક તણી શ્રાવક ! કરશે; વિવિધ અતિચાર। ટલે એથી ભલે નિલ વ્રતી, ત્રીજી દવા જેવું ગણી એ જરૂર કરતા દિન પ્રતિ. ૩૪૫
૧. કૂકડાનું દૃષ્ટાંતઃ—એક મારને નૃત્ય કરતા જોઇને તેની પાસે ઉભેલા એક ફૂકડાએ પણ તેનું અનુકરણ કરીને નૃત્ય કરવા માંડયું. પણ તેમ કરતાં તે તેની પૂઠા ભાગ ઉધાડા થઇ ગયા. તેથી તે હાંસીપાત્ર બન્યા. એ પ્રમાણે જે વગર વિચારે મેટા પુરૂષોના આચરણનું અનુકરણ કરવા જાય તેએ લેાકેામાં હાંસીપાત્ર બને છે.
૨. કાઈ એમ કહે કે સાધુ સંબંધી સામાયિકના પ્રસ્તાવમાં ભદન્ત શબ્દની વ્યાખ્યા કરતા ભાષ્યકાર ભગવતે ગુરૂ ન હેાય ત્યારે સાધુઓને સ્થાપના સ્થાપવા કહ્યું છે, તેથી સાધુ ભલે તેમ કરે, પણ શ્રાવકને સ્થાપના સ્થાપવાની શી જરૂર છે? આ શંકાનું સમાધાન ૩૪૨-૩૪૪મા શ્ર્લાકના અર્થ પ્રમાણે જાણવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org