________________
[૩૩૪]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત આહારનો ત્યાગ કરનાર, સમ્યકત્વ સહિત બાર વ્રતને ધારણ કરનાર, વળી ચાદ નિયમ ધારવા પૂર્વક હંમેશા એકાસણાના કરનાર તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણવા. (૧) સમકિત ધારવા સાથે સારા આચારવાળા અને બેસણું આદિ તપ કરનારા તે મધ્યમ શ્રાવક જાણવા. તેઓ વ્યસનને સેવતા નથી અને વ્રતવાળા બનવાને ઉત્સાહવાળા હોય છે. એમ અહીં બે ભેદ જણાવીને ત્રીજો ભેદ હવે પછીના લોકમાં કહેશે. ૩૩૧.
જઘન્ય શ્રાવકનું સ્વરૂપ જણાવે છે – મધ માંસાદિક તજે મોટી હિંસા જાણતા, રૂચિવંત શ્રાદ્ધ જઘન્ય નિત નવકારને સંભારતા; ઉત્કૃષ્ટ શ્રાવક આશરી વિધિ એ કહીજિન આગમે, અપર શ્રાવક ચાર ઘડી છેલ્લી રહે ત્યારે જમે.૩૩ર
અથ—–મધ, માંસ વગેરે અભક્ષ્યમાં ઘણું હિંસા છે એવું જાણીને તેને ત્યાગ કરનારા, જિનેશ્વરના વચને ઉપર રૂચિવાળા તથા હંમેશાં નવકાર મંત્રને સંભાળનારા જઘન્ય શ્રાવક કહેલા છે. આ ત્રણ પ્રકારના શ્રાવકો પૈકી ઉપર કહેલી
જનની જે વિધિ તે ઉત્કૃષ્ટ શ્રાવકોને આશ્રીને સિદ્ધાંતમાં કહેલી છે. બીજા એકાસણું નહિ કરનાર–બેસણું આદિ -કરનાર શ્રાવકો તો જ્યારે દિવસ (ની છેલ્લી) ચાર ઘડી બાકી રહે ત્યારે ભજન કરે. ૩૩ર. - હવે ઉત્તમ શ્રાવકે રાતે જમવું જોઈએ નહિ એ જણાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org