________________
[૩ર૬]
શ્રી વિજયપધસૂરિજી કૃત ' અર્થ:–વળી શ્રાવક જમતી વખતે અડધી જેટલી પણ ઓછી જમે ને તે ભિખારીને આપે. કારણ કે અડધી રોટલી ઓછી ખાવાથી શ્રાવક ભૂખ્યો રહેતો નથી (ખરી રીતે કાંઈક ઓછું જમનારની શરીરની આરોગ્યતા સારી રીતે સચવાય છે. કારણ કે અકરાંતીઆ થઈને ખાવાથી, તથા ખાવાના ટાઈમને નિયમ નહિ રાખવાથી, વગેરે આરોગ્યના નિયમો નહિ સાચવવાથીજ પેટનાં ઘણાં દરદ થાય છે. માટે ભૂખ કરતાં કાંઈક એાછું ખાવામાં જરૂર લાભ છે.) અને તે ભિખારી તેવા આઠ દશ ઘરે ફરવાથી પિતાના આત્માને જરૂર સંતોષ આપે છે. એટલે તેની ભૂખ શાંત થાય છે. વળી શ્રાવક જરા ઓછું ખાઈને તે ઉપર હેજ વધારે પાણી પીને સ્વસ્થ-તૃપ્ત થાય છે. એ પ્રમાણે ગરીબને સંતોષવાથી તેની આશીષથી દયાળ શ્રાવકો જરૂર સુખ મેળવે છે. અને તેની હાયથી એટલે આંતરડી દુભાવવાથી દુઃખને પામે છે. ૩ર૩.
દાનની માફક આહારના પણ ત્રણ ભેદે જણાવે છેઆહાર તાત્વિક એજમેનહિ તામસી તિમરાજસી, રીંગણું મૂલા બટાટા જેવો છે રાજસી; માંસ મદિરા જેહવે આહાર જાણે તામસી, આહાર હિતમિત જે કરે તો રોગ ચિંતા નહિ કશી.૩૨૪
અર્થ:–જેમ દાનના સાત્વિક વગેરે ત્રણ ભેદે પ્રથમ - ગણાવ્યા છે, તેવી રીતે આહારના પણ ત્રણ પ્રકાર કહ્યા છે. ૨. તુલસી હાય ગરીબકી, કબૂ ન ખાલી જાય;
મૂઆ ઢરકા ચામસે, લુહા ભસ્મ હો જાય. ૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org