________________
[ ૩૨૨ ]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત કાઠીયાએને તું અવશ્ય ત્યાગ કરજે. એમ પિોતેર વર્તવું અને બીજાને શિખામણ આપવી. આવા પ્રકારના ભાવ વાત્સત્યને કરનારા ઘણા શ્રાવકે ભવ તરી ગયા છે, અર્થાત્ તેઓ આ સંસારમાં શેડાજ ભવ કરી મુક્તિ પામે છે. ૩૧૯.
એ પ્રમાણે મુનિદાન અને સાધમિક વાત્સલ્યને ટાઈમ જણાવી તે પછી શ્રાવકે શું કરવું તે જણાવે છે – ભેજન તણી પહેલાં જ કરતાંદાન ધાર્મિક ભક્તિને, મુનિના અભાવે નિત જમાડે એક છેવટ ધમને; સ્વજનાદિની સંભાળ લઈમુનિરાજ જે લ્ય વસ્તુને, તેને જ જમતા શ્રાવકો કરી યાદ ઉત્તમ માર્ગને. ર૦
અર્થ –શ્રાવકે પ્રથમ કહેલ લાભદાયી સુપાત્રદાન તથા સાધર્મિક વાત્સલ્ય એ બંને પોતે ભજન કરતાં પહેલાં કરવાં. કદાચ મુનિરાજને અભાવ હોય તો પણ તેમની ભાવનાપૂર્વક છેવટે ઓછામાં ઓછા એક સાધર્મિકને તે હંમેશાં . જમાડે, વળી પિતાનાં સ્વજન-કુટુંબીઓ તથા નોકર ચાકર :
- ૧. જીવને કષ્ટમાં પાડનાર હોવાથી કાઠીયા કહેવાય છે. તેની સંખ્યા શાસ્ત્રમાં ૧૩ કહી છે. તે આ પ્રમાણે -૧ આળસ, ૨ મેહ, ૩ તિરસ્કાર, ૪ સ્તંભ, ૫ ક્રોધ, ૬ પ્રમાદ, ૭ કંજુસાઈ, ૮ ભય, ૯ શોક, ૧૦ અજ્ઞાન, ૧૧ મનની અસ્થિરતા, ૧૨ કુતૂહળ, ૧૩ રમણું. (કામચેષ્ટા). - ૨. સામાને કહેવામાં હુંશિયાર, ને કરવામાં કંઈ નહિ, એવું કરનારા મશાલચી કહેવાય. ' . . . .
પંડિત ભયે મશાલચી, બાત કરે બડાઈ; . એરનકું અજવાલા કરે, આપ અંધેરે જાઈ. ૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org