________________
[ ૩ર૦ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત માણસ મને કડવાં વચન કહે છે તે તેને મારા હિતની લાગણી હોવાથી કહે છે. માટે તેનું કડવું વચન સાંભળ્યા છતાં જે ત્યાં પોતાની ભૂલ હોય તો તે સુધારવાને તે તત્પર રહે છે. અને સામાનું વચન પિતાને ખોટું લાગે તો પણ તે કેપતો નથી, કારણ કે તેમ કરે તેજ પોતે કર્મબંધથી બચી શકે. વળી કડવાં વચન કહેનારને તો નિશ્ચયે લાભ જ છે કારણ કે તેને હેતુ તે સામાને પાપકાર્ય કરતાં રેકવાને હેવાથી સામાના ભલા માટે છે. જેમકે કડવી દવા આપવાથીજ જેમ તાવ નાશી જાય છે તેમ કડવાં વચન પણ ફાયદાકારક થાય છે. માટે બીજાનું હિત ચાહીને કડવાં વચન પણ અવસરે કહેવાં જરૂરી છે. ૩૧૭.
હિતના વચન સાંભળીને શ્રાવકે શો વિચાર કરે? તે જણાવે છે – શ્રેતા તપાસે ભાવને વદનારના નિજ ભૂલ છતાં, ઝટ સુધારે તત્ત્વ લઈ ઉપકાર પુષ્કળ માનતા; જીભમાં મધ રાખનારા બહુ જગતમાં દીસતા, વિરલાજ હીરા જેહવા જેઓ અપર હિત ચાહતા. ૩૧૮
અથ–સમજુ સાંભળનાર ભવ્ય જી પિતાને કડવાં વચન કહેનાર પુરૂષના કહેવાના હેતુને તપાસે છે. વિચારતાં જે પિતાની ભૂલ જણાય તો તે તરત સુધારી લે છે અને
૧. હિત ઈચ્છું હિત કારણે, કહે કદી કડવા વેણ; રેગ વિદારણ વૈદ્ય પણ દે ઓસડ દુઃખ દણ. ૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org