________________
[ ૩૧૮]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી વાત્સલ્ય દ્રવ્ય થકી રહ્યું તિમ ભાવ વાત્સલ્ય સ્મરે, સારણાદિક સાધનોથી અન્યને ધમાં કરે; લાભ ધર્મ પમાડવાના શાસ્ત્રમાં અતિશય કહ્યા થીર ધર્મમાં કરનાર તેમ વધારનાર તરી ગયા. ૩૧૫
અર્થ –વાત્સલ્ય બે પ્રકારે છે. એક દ્રવ્યથી અને બીજું ભાવથી. તેમા આગલી ૩૧૪ મી સુધીની ગાથાઓમાં કહ્યું તે દ્રવ્ય વાત્સલ્ય જાણવું. દ્રવ્ય વાત્સલ્ય કરતાં ભાવ વાત્સલ્ય કરવાનું પણ સ્મરણ કરવું. સારણાદિક (જેનો અર્થ આગલી ૩૧૬ મી ગાથામાં કહેવાશે) સાધન વડે બીજાને ધર્મવાળાજિન ધર્મમાં શ્રદ્ધાવાળા કરવા તે ભાવ વાત્સલ્ય જાણવું. શાસ્ત્રની અંદર બીજાને ધર્મનો લાભ પમાડવાના ઘણા લાભ કહ્યા છે. કારણ કે ધર્મમાં બીજાઓને સ્થિર કરનારા તથા બીજા જીવને ધર્મમાં આગળ વધારનારા ઘણાંએ ભવ્યજનો આ સંસાર સમુદ્ર તરીને સુખી થયા છે. ૩૧૫.
હવે ભાવ વાત્સલ્ય કઈ કઈ રીતે કરવું? તે આ ગાથામાં જણાવે છે –– ફરજ યાદ કરાવવી એ સારણ ના ભૂલીએ, પાપ કરતાં રોકે એ વારણા અવધારીએ કુલવંત આવું ના કરે એ હિત શિખામણ ચાયણ, પાપ કરતાં શરમ નહિ, ધિક્કાર એ પડિય|. ૩૧૬
અર્થ–સાધર્મિકને તેની ફરજ એટલે અવશ્ય કર્તવ્યનું સ્મરણ કરાવવું એ “સારણુ” કહેવાય છે. તે સ્મરણ કરાવવાનું ભૂલવું નહિ. જેમકે આવતી કાલે અષ્ટમી કે ચતુર્દશી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org