________________
શ્રી ધર્મજાગરિકા
[૩૭] ઉત્તમ શ્રાવકે ઘરમાં પણ મહામહે સંપીને રહેવું, તેમાંજ ફાયદો છે એમ જણાવે છે –– સંપી રહે જેઓ સદા દૂઃખના સમયમાં તેમને, કરતા મદદ ગુણરાગી જન ન લહેજ પ્રાયે દુઃખને; સાધર્મિની સામે કરે નહિ કેસ વેર વધે ઘણું, ખંડન પ્રભુની આણનું પણ અહિત વળી પાતાતણું. ૩૧૪
અર્થક–જેઓ હંમેશાં સંપીને રહે છે તેમને કદાચ દુઃખનો વખત આવે તો પણ ખાનદાન અને ગુણમાં રાગ ધરનારા લોકો જરૂર મદદ આપે છે. હળીમળીને રહેનારા તેઓ ઘણું કરીને દુઃખને પામતા જ નથી. અને પામે તો દુઃખ ઘણે ટાઈમ ટકેજ નહિ. માટે શ્રાવક-સાધર્મિક ભાઈની સામે કદાપિ કેર્ટમાં જઈને કેસ કરે નહિ. કારણ કે તેથી ઘણું વેરની વૃદ્ધિ થાય છે. અને બીજાઓની આગળ તે હાંસીપાત્ર બને છે. વળી સાધર્મિક સામે કેસ કરવાથી પ્રભુની આજ્ઞાનું પણ ખંડન થાય છે, તેમજ કેસ કરનાર પોતાનું પણ અહિત કરે છે અથવા પોતાને જ નુકસાન કરનારે થાય છે. માટે ( સ્થિતિની નબળાઈને લઈને સાધર્મિ વાત્સલ્ય ન બને તે પણ) આવા કેસ વગેરે કુસંપના કારણોથી તે શ્રાવકે અવશ્ય દૂર જ રહેવું. ૩૧૪.
દ્રવ્યવાત્સલ્યના વર્ણનને પૂરું કરીને હવે ભાવવાત્સલ્ય કરવાનું કહે છે – १. परस्य चिंत्यते यत्तु, स्वस्य तजायते ध्रुवम् ॥
अनुचितकरिंभः, स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासः, मृत्योराणि चत्वारि ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org