________________
[ ૩૧૬]
શ્રી વિપધસૂરિજી કૃત સંપ ઉપર શ્રાવકે અંગુઠા અને આંગળીઓનું દષ્ટાંત પણ સાંભળવું. એમાંથી શ્રાવકને સંપીને રહેવાનો બોધ મળી શકે છે. ૩૧૩.
૧. અંગુઠા અને આંગળીઓનું કાલ્પનિક દષ્ટાન્ત આ પ્રમાણે – એક વખતે આંગળીઓની વચ્ચે પિત પિતાની ઉત્તમતા માટે માંહેમાંહે ઝઘડે થયો. અંગુઠા જોડેની પહેલી જે તર્જની કહેવાય છે તે કહેવા લાગી કે લેખણ પકડવામાં, નકારવાલી ગણવામાં, કેઈને તિરસ્કાર કરવામાં મારી જરૂર પડે છે. વચલી મધ્યમા આંગળીએ કહ્યું કે હું તે પ્રત્યક્ષ મોટી જ છું કારણ કે બધામાં મોટી હું જ છું. તેની પછીની અનામિકાએ કહ્યું કે પ્રભુને પૂજા કરવામાં, સાથીઓ કરવામાં વગેરે શુભ કાર્યોમાં મારી જરૂર પડે છે માટે હું શ્રેષ્ઠ છું. ત્યારે છેલ્લી કનિકાએ કહ્યું કે તું શેની શેખી કરે છે. જો કે હું કદમાં સૌથી નાની-છું તો પણ કાન ખોતરવા વગેરે કાર્યોમાં મારી જરૂર પડે છે. અંગુઠે આ વાદવિવાદ સાંભળતા હતા, તેણે કહ્યું કે તમે નકામી બડાઈ મારે છે. કારણ કે તમે જણાવેલાં ધણું ખરાં કામમાં મારી જરૂર તમને પડે છે. વળી હું પણ સંઘપતિ વગેરેને ચાંલ્લો કરવાના કામમાં, ભાર ઉપાડવામાં તથા કાંઈ ન આપવું હોય ત્યારે ડઇ બતાવવાના કામમાં આવું છું. વળી તમે બધી તે સ્ત્રીઓ છે. આંગળી નારી જાતિ છે અને હું પુરૂષ છું (કારણ કે અંગુઠે નર જાતિ છે) ધર્મમાં પ્રધાનતા પુરૂષની છે. સ્ત્રીની શોભા પણ પુરૂષથી છે. માટે વધારે માન કરવું સારું નથી. ખરી રીતે કહું તે જેમ મેરની શોભા પીંછીથી અને પીંછાની શભા મરથી છે, તેમ આપણું શોભા પણ સંપથી છે. કારણ કે આપણે સંપીને રહીએ તે પસલી કે ખેબે ભરવામાં, સૂરિમંત્ર ગણતી વેળાએ મુદ્રા કરવામાં, થાપા દેવામાં, સંઘપતિ શ્રીફલ લે વગેરે કાર્યો બને છે. માટે સંપથી કાર્યની સિદ્ધિ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org