________________
શ્રી ધર્મજાગરિક
[૩૧૩] જૈન ધમી રાજાના રાજ્યમાં શ્રાવકે ગરીબ તે નજ હોવા જોઈએ. માટે સાધમિ ભાઈઓની સેવા કરવી એ તારે મુખ્ય ધર્મ છે, તે કદાપિ પણ તું ચુકીશ નહિ. વળી આ સાધમિક વાત્સલ્ય ખરા ભાવથી કરનારા ભવ્ય તીર્થકર નામ કમને તથા ગણધર નામને પણ બાંધે છે. ૩૦૯.
એ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યને ઉપદેશ સાંભળી કુમારપાળ ભૂપાળે સાધર્મિક ભક્તિ કેવી કેવી રીતે કરી? તે જણાવે છે – લાખ કરોડ કુમારપાલે તેહ કાજે વાપર્યા, શ્રાવકોને પૂર્ણ યત્ન ધર્મરંગી પણ કર્યાં; દુખિયા તણા દુઃખટાલનારાનાકદી દુઃખિયા બને, સુખ સાહિબી સાચી જ તેની જે કરે એ ભક્તિને ૩૧૦
અર્થ –ગુરૂ મહારાજને તેવા પ્રકારનો ઉપદેશ સાંભળીને કુમારપાલ રાજાએ તે સાધર્મિક ભાઈઓને માટે લાખો કરેડે રૂપીઆ વાપર્યા. એટલું જ નહિ પણ સંપૂર્ણ ચ વડે તે શ્રાવકને પણ ધર્મમાં દઢ આસ્થાવાળા બનાવ્યા. વ્યાજબીજ છે કે જેઓ દુઃખી જનેના દુઃખને નાશ કરનારા છે, તે ઉત્તમ શ્રાવકે કદાપિ પણ દુઃખી બનતા નથી. માટે જે દ્રવ્યવાન શ્રાવક આવા પ્રકારની સાધમિકેની ભક્તિ ખરા ભાવથી કરનારા છે, તેમની જ સુખની સાહિબીમેટાઈ સાચી છે. આ વાત શ્રાવકેએ જરૂર યાદ રાખી અમલમાં મૂકવી જોઈએ. તેમ કરે તેજ છત્રી, પલંગ, વાડી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org