________________
[૩૧]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત નુકસાન ન થાય, તેવી રીતે ગુમ દાનના કરનારા ઉત્તમ જીવો ઘણા છેડાજ હોય છે. વળી ઉત્તમ શ્રાવકેએ ઉપગમાં આવે તેવા જ્ઞાન વગેરેના સાધને પણ સાધમિકેને આપવા જોઈએ. એટલું જ નહિ પણ મુશ્કેલીમાં સપડાએલા શ્રાવકને આનંદપૂર્વક દિલાસો-આશ્વાસન આપવાને હંમેશાં તત્પર રહેવું. ૩૦૮.
આ સાધર્મિક વાત્સલ્ય માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પણ કુમારપાલ મહારાજાને નીચે પ્રમાણે ઉપદેશ આપે છે તે જણાવે છે – તુજ જેહવા શાસન તણા શુભ થંભ હવે તે છતાં, નિર્ધનરહેકિમીએ અચંબો નૃપા અમે મન પામતા; સાધર્મિ સેવા ધર્મ તારો ના કદી પણ ભૂલજે, જિન ના ગણધર નામનો પણ બંધ એથી જાણજે ૩૦૯
અર્થ–પરમપૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઉપદેશ આપતાં કહે છે કે હે રાજન! તારા સરખા ધર્મને સમજનાર અને જૈન શાસનના આધારભૂત સ્થંભ સમાન રાજા છતાં પણ તારા રાજ્યમાં શ્રાવકે ગરીબ રહે, એ જોઈ અમારા મનમાં ઘણું આશ્ચર્ય થાય છે. અથવા તારા જેવા
૧. બાલકે ધાર્મિક સંસ્કારમાં સંપૂર્ણ આગળ વધે તે માટે ઉત્સાહ વધારનારા પુસ્તકની પ્રભાવના આદિ તરફ જરૂર લક્ષ્ય રાખવું જોઈએ.
૨. કુમારપાળ રાજાના રાસમાં કહ્યું છે કે “તુજ જેવા શાસનમાં થંભ, શ્રાવક નિર્ધન! એહી અચંબ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org