________________
શ્રી ધર્મજાગરિકા
[૩૧૧] અમુક અમુક ભાગ આપીને કોડપતિ બનાવી દેતા. અને જેમ વર્ષના ત્રણસો સાઠ દિવસ છે તે પ્રમાણે દરરોજ એક એક ઘેર વારા ફરતી સાધર્મિક વાત્સલ્ય કરતા હતા. દરરોજ રસોઈ એકજ ઘરે થાય. એમ કરીને તેઓ ઘણું પ્રકારના આરંભ વિગેરે ઓછા કરતા, તથા ધર્મ પ્રત્યેના સ્નેહમાં વધારો કરતા. અને એવી રીતે સંપીને દાન વગેરે સાધીને અને સાધર્મિકોને મદદ કરીને તેઓએ જૈન શાસનને ઘણે વિસ્તાર કર્યો. ૩૦૭.
હવે સાધર્મિકને ખુલ્લી મદદ કરવી એટલું જ નહિ પણ ખાનગી મદદ પણ કરવી તે જણાવે છે – અન્ય આબરૂદારને પણ ખાનગી મદદ કરી, નિજ સમ કરે શ્રાવક સુણો સાધમિની ભક્તિ ખરી; ઉપયોગી જ્ઞાનાદિક તણા સાધન દીએ સાધર્મિને, આપે દીલાસો સંકટે શ્રાવક સદા ધરી હર્ષને.૩૦૮
અર્થ:–વળી ખરા ઋદ્ધિવાળા શ્રાવકે બીજા આબરૂદાર શ્રાવકે કે જેઓ પોતાના પૂર્વકૃત અશુભના ઉદયથી સંકટમાં આવી પડેલ હોય એટલે આર્થિક સ્થિતિમાં નબળા હેય તેઓ ખુલ્લી રીતે મદદ માગી શકે નહિ, માટે તેમને પણ ખાનગી (ગુપ્ત) મદદે કરીને પોતાના સમાન બનાવે. એ પદ્ધતિ પણ ચંદ્રાવતીમાં હતી. માટે હે શ્રાવકે! તમે સાધર્મિકની સાચી ભક્તિ સાંભળો. ખુલ્લી મદદ તો ઘણું કરીને જશની અભિલાષાથી કરનારા ઘણું જ હોય છે. પરંતુ પ્રસિદ્ધિની જરા પણ આશા રાખ્યા વિના સાધમિકની આબરૂને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org