________________
[ ૩૧૦ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત હય ચિહ્ન કંચનદેહ સંભવનાથ ભવમાં પૂર્વના, સાધમિ વાત્સલ્ય થયા તીર્થંકરા કરૂં વંદના ભરતાદિ પૂર્વ નરેશ પણ કર્તવ્ય એ ના ચૂકતા, શ્રીવાસ્વામી લાભ જાણે સંઘનું દુઃખ ટાળતા.૩૦
અર્થઘડાના લંછનવાળા અને સેના જેવા દેહવાળા ત્રીજા તીર્થકર શ્રીસંભવનાથ ભગવાન પૂર્વભવમાં કરેલા સાધર્મિક વાત્સલ્યના પ્રભાવથી ઉત્તમ તીર્થપતિ (તીર્થકર) થયા. વળી શ્રી ત્રાષભદેવના પુત્ર ભરત ચકવતી વગેરે જેવા પૂર્વના રાજાઓ પણ સાધર્મિક વાત્સલ્ય કરવાનું કર્તવ્ય એટલે ફરજ ચૂકતા નહોતા. તથા શ્રી વજીસ્વામીએ પણ અધિક લાભનું કારણ જાણીને પિતાની વિદ્યાલબ્ધિના પ્રભાવથી અન્ય દેશમાંથી સચિત્ત ફૂલે લાવીને પણ રત્નની ખાણ જેવા શ્રી સંઘનું દુઃખ દૂર કર્યું છે. માટે શ્રાવકે એ યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય જરૂર કરવું જોઈએ. ૩૦૬.
આ ગાથામાં ચંદ્રાવતી નામની નગરીમાં રહેનારા શ્રાવકે કેવી રીતે સાધમિ વાત્સલ્ય કરતા હતા? તે જણાવે છે -- ચંદ્રાવતીના શ્રાવકો હંમેશ પણ એવું કરે, કેટીશ ત્રણ સાઠ ક્રમસર વર્ષ દિન માફક કરે આરંભ એ છે એમ કરતાં ધર્મ નેહ વધારતા, સંપે કરી દાનાદિ જિન શાસન ઘણું વિસ્તારતા.૩૦૭
અર્થ –ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરેડાધિપતિ શ્રાવકે જે ગરીબ શ્રાવક તે નગરીમાં આવે તેને પિતાના દ્રવ્યમાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org