________________
શ્રી ધર્મજાગરિકા
[૩૯] મિચ્છલ” કરવું એ પણ શ્રાવકનું કર્તવ્ય સિદ્ધાન્તમાં ગણાવ્યું છે. અને તેથીજ છેવટે નવકારને ગણનાર હોય તેવા યોગ્ય ગુણને પણ શ્રાવકે પોતાના સાધમ બંધુ તરીકે ગણવો જોઈએ. ૩૦૪.
હવે સાધર્મિક કેને કહીએ? અને સાધર્મિકનું વાત્સલ્ય શા માટે કરવું? તેને ખુલાસો જણાવે છે – માનતા જિન ધર્મને જે તેહ સાધમિક તણું, અન્નાદિથી સન્માન કરતાં દીપનું દર્શન ઘણું સાધર્મિનું સાચું જ સગપણ એમ શ્રાવક માનતા, નિજ પુત્રથી પણ અધિક નેહે ધર્મિને સત્કારતા.૩૫
અર્થ—જેઓ જૈન ધર્મને માને છે તેવા સાધર્મિ ભાઈઓનું અન્ન વગેરે વડે સન્માન કરવાથી દર્શન–જેના શાસન ઘણું શેભાને પામે છે અને શ્રદ્ધા ગુણ પણ દીપે છે. બધી જાતના સાંસારિક સંબંધો કરતાં સાધર્મિનું સંગપણજ સાચું સગપણ છે એમ સુશ્રાવકે માને છે. કારણ કે સાધમિકને ધર્મ કિયાદિ કરતે જોઈને પિતાને પણ તે ક્રિયા પ્રત્યે રૂચિ ઉત્પન્ન થાય છે. માટે ધર્મમાં સ્થિરતા પમાડવામાં તથા તેમાં જોડવામાં સાધર્મિક મેટું નિમિત્ત કારણ છે. તેથી સાધર્મિકનું સાચું સગપણ જાણનાર સુશ્રાવક પિતાના પુત્ર કરતાં પણ ઘણા નેહથી સાધમિકને સત્કાર કરે છે. ૩૦૫.
- સાધર્મિક વાત્સલ્ય કે કર્યું? કે લાભ મેળવ્યો? તે જણાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org