________________
શ્રી ધર્મજાગરિકા
[ ૩૦૫ ]
હવે શ્રાવક વસતિ (સ્થાન)દાન કરે એમ જણાવે છે – વસતિ દાન ન વિસ્મરે શ્રાવક તિહાં લાભે ઘણા, પશુ સ્ત્રી નપુંસક હીન વસતી કામ આવે મુનિ તણું; ઉલ્લાસથી દેતાં સુશ્રાવક શ્રેષ્ઠ ઉન્નતિ કીર્તિને, પામે ઈહાજ વિશિષ્ટ પુણ્ય તણા ફલો ઈમ પ્રવચને. ૩૦૦
અર્થ –સાધુને આહારાદિકનું દાન કરવાનું કહ્યું. તેમાં વસતિદાન એટલે રહેવાને સ્થાન આપવા રૂપી દાન તે પણ શ્રાવકે ભૂલવું નહિ. કારણ કે વસતિદાન આપવામાં ઘણા લાભો રહેલા છે. માટે વસતિદાન આપતાં કેવું સ્થાન મુનિરાજના ઉપયોગમાં આવે તેનું લક્ષ્ય અવશ્ય રાખવું જોઈએ તે જણાવે છે. જે સ્થાનમાં ગાય ભેંસ વગેરે પશુઓ, સ્ત્રીઓ તથા નપુંસક (અત્યંત કામી) ન રહેતા હોય તેવું સ્થાન મુનિરાજને વસવા માટે યોગ્ય જાણવું. હવે વસતિદાન કરનારને થતે લાભ જણાવે છે –જે ઉત્તમ શ્રાવકે ઉલ્લાસથી એટલે ઉમંગ અને ખરા ભાવપૂર્વક વસતિદાન કરે તે સારી ઉન્નતિઆબાદીને તથા ઉત્કૃષ્ટ કીતિને આ લેકમાંજ પામે છે. વ્યાજબીજ છે કે ઉગ્ર પુણ્યનું ફલ અહીંજ ઘણા જીવો પામે તેમ ઉગ્ર પાપની બાબતમાં પણ સમજવું.–કહ્યું છે કે“અપુથાપનામદૈવ મનુ” રૂ૦૦.
હવે વસતિદાન કરનાર ભવ્ય જીવો પરભવમાં પણ શું ફલ પામે? તે ઉદાહરણ દઈને કહે છે – સ્થાન દાતા પર ભવે પામે પ્રવર સુર ઋદ્ધિને, હવે મહદ્ધિક તાયશ્ચિંશ સામાનિક અને,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org