________________
[ ૩૦૦]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત
અર્થ–ત્યાર પછી તે સુબાહુકુમારને જીવ સૌધર્મ દેવલોક સંબંધી સુખોને ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે મનુધ્યપણે ઉત્પન્ન થશે. ત્યાંથી આયુષ્ય પુરું થયે ત્રીજા સનકુમાર નામના દેવેલેકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચવીને ફરીથી મનુષ્ય થઈ પાંચમાં બ્રહ્મ દેવલેકમાં દેવ થશે. ત્યાંથી પાછા મનુષ્યપણે ઉપજી સાતમા મહાશુક દેવલોકનાં સુખ પામશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે મનુષ્ય થઈને નવમા આનત નામના દેવલેકમાં દેવને ભવ કરી ત્યાંથી અવશે. ૨૯૩.
નર થઈ અમર અગીઆરમે સ્વર્ગે બને ત્યાંથી ચવી, નર થઈ લહે સ્વાર્થને ત્યાંથી વિદેહે માનવી, સંયમ પ્રતાપે સિદ્ધ બનશે ઐદ ભવ ક્રમસર કહ્યા, સુખ વિપાકે એહવા દૃષ્ટાંત બીજા નવ તણા. ૨૯૪
અર્થ –ગયા લેકમાં જણાવ્યા મુજબ નવમા દેવલેકથી આવીને મનુષ્ય થશે. વળી ત્યાંથી મરીને આરણ નામના અગિઅરમા દેવલોકનાં સુખ જોગવશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યભવ પામશે. અને ત્યાંથી સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તરવાસી દેવ થશે. (આ દેવે એકાવતારી છે. ત્યાં ૩૩ સાગરોપમનાં દેવકનાં સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્ર લઈને ક્ષપક શ્રેણિ માંડી કર્મ ખપાવી સિદ્ધ થશે. એ પ્રમાણે કમસર સુબાહકુમારના ચૌદ ભવ કહ્યા. વિપાક સૂત્રના સુખવિપાક શ્રુતસ્કંધમાં સુપાત્રે દાન આપવાના પ્રભાવથી (પુણ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org