________________
[ ર૯૮ ];
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત્ત.
ઘણું રીતે ઉપદેશ આપીને માબાપને સમજાવ્યા, અને માબાપ પણ સમજુ હોવાથી આખરે તેમણે સુબાહુને ચારિત્ર લેવા માટે રજા આપી.૧ પ્રાચીન કાળમાં ઉચ્ચ કેટીના શ્રાવક નિવૃત્તિમય જીવનને હૃદયથી પરમ શાંતિદાયક માનતા હતા. માટેજ છ ખંડના અધિપતિ ભરત મહારાજા જેવા ચક્રવર્તિઓ સ્વાધીન ભેગના સાધન અદ્ધિ આદિને ઇંડીને સંયમ સાધનામાં સિંહની પેઠે લઈને સિંહની પેઠે પાલવામાં ઉજમાલ થતા હતા, અને એજ દયની ખરી બાદશાહી ગુજારીને પરિણામે સિદ્ધિ સુખ અ૮૫ કાલમાં સાધતા હતા. મહારાજા કૃષ્ણનરેશે આ ઉપદેશ પ્રભુશ્રી નેમિનાથની પાસે સાંભળે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે–હે પ્રભો! હું સંયમની આરાધના કરવાને માટે અસમર્થ છું, પણ તેવા લાયક ને તે સંયમ માર્ગ તરફ પ્રયાણ કરાવવા જરૂર રહેનત કરીશ. અવસરે દ્વારિકામાં દિક્ષાના તીવ્ર અનુરાગી થાવા પુત્રાદિને શ્રીકૃષ્ણ મહારાજાએ પ્રભુશ્રી નેમિનાથની પાસે દીક્ષા લેવરાવી. પિતાની પુત્રીઓને કહ્યું કે સાચું રાણીપણું તો પ્રભુની પાસે દીક્ષા લેવામાં જ છે. આવી વારંવાર દેખરેખનું, પરિણામ એ આવ્યું કે કૃષ્ણ મહારાજાની ઘણી રાણીઓએ. અને રાજકુંવરીઓએ પ્રભુની પાસે દીક્ષા લઈને સિદ્ધિ સુખ મેળવ્યું. આ દષ્ટાંત બોધ આપે છે કે પ્રબલ મેહના ઉદયથી
૧. ઉત્તમ માબાપની સંપૂર્ણ દેખરેખ હોય તે બાલકે ઉંચ સંસ્કારી જરૂર બને. તેમ હોવાથી જ સુબાહુને નાની ઉંમરમાં સંયમ લેવાની ભાવના થઈ. અમારે પુત્ર હજારે જીવને ઉદ્ધારક થશે, એમ સમજ ઉલ્લાસથી માતાપિતાએ રજા આપી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org