________________
ન
શ્રી ધર્મજાગરિકા
[ ર૯૭ ] જે સુખ જણાય છે તે વાસ્તવિક સુખ નથી. ખરું સિદ્ધના જેવું સુખ તો સંયમથી જ મળે છે. તેથી સંસારમાં કહેવાતાં સુખ તે તો માત્ર કહેવાનું (નામનું જ) સુખ છે. ર૦.
હવે સુબાહકુમાર માતા પિતાને સાંસારિક પદાર્થોનું અને મૃત્યુનું સ્વરૂપ સમજાવે છેસંબંધ સર્વ અનિત્ય સધલી વસ્તુ મૃત્યુ સર્વને, મૂકે ન વૃદ્ધ યુવાન ધની નિર્ધન સુપંડિત મૂર્ખને; પ્રથમ પર ભવ કેણ જાશે ? ભાન તેનું મને નહિ, અથીર તન કયારે પલટશે કહી શકાએ એ નહિ. ર૯૧
અર્થ –આ સંસારમાં પુત્ર, પિતા, સ્ત્રી, ભાઈ, બહેન વગેરેના કહેવાતા સર્વ પ્રકારના સંબંધે છે, તે અનિત્ય એટલે નાશવંત છે. અને તેમની સગાઈ પણ સ્વાર્થ પૂરતી હેય છે. એટલું જ નહિ પણ ધન, દોલત, બંગલા વગેરે બધી વસ્તુઓ પણ અનિત્ય-અસ્થિર છે. જન્મેલા તમામને મૃત્યુ અવશ્ય આવવાનું છે. તે મૃત્યુ ઘરડાને કે જુવાનને, ધનવાનને કે નિર્ધનને, સારા પંડિતને કે મૂખને કોઈને મૂકતું નથી, તેને કેઈની શરમ નથી. ગમે તેટલા ઉપાય કરે પણ તેની આગળ કોઈનું જરા પણ ચાલતું નથી. વળી જુવાન છે માટે પછી મરશે અને વૃદ્ધ છે માટે પહેલે મરશે એ મૃત્યુ માટે નિયમ નથી, તેથી પહેલું પરભવમાં કેણ જશે? તેનું મને તે જ્ઞાન નથી. (હું જાણતો નથી) આ ચંચળ કાયા કયારે પલટાશે? રેગી અથવા અશક્ત ક્યારે બની જશે? તે કેઈનાથી કહી (જાણી) શકાતું નથી. આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org