________________
[ ર૯૬ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત વગેરે સ્થળે શ્રી મહાવીર પ્રભુ વિચરે છે તે નગર વગેરેને ધન્ય છે. આવી ભાવનાવાળા તે સુબાહુકુમારના જલ્દી મનોરથ ફન્યા એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. આ બાબતમાં કહ્યું છે કે-“ધન્યાનામા પતિ મનોરથ: I એટલે ધન્ય (પુણ્યશાલી) પુરના મનોરથ જલ્દી લે છે. પછી તે સુબાહકુમારે શ્રી વીર ભગવંતને નમીને પ્રભુની વાણી સાંભળી, જેથી તેમને સંયમ લેવાની તીવ્ર ઈચ્છા થઈ. ૨૮૯૮
સુબાહકુમારે ચારિત્ર લેવાની ઈચ્છા થયા બાદ પ્રભુને શું કહ્યું? તે જણાવે છે – જનક જનનીને પૂછીને શીધ્ર પાસે આપની, દીક્ષા લઈશ કહી એમ આવે પાસ જનની જનકની; માગે રજા માતા પિતા કલ્પાંત કરતા આકરે, વિનયે સુબાહુ કહે ભયંકર ભવજલધિ દુખમયન. ર૯૦
અર્થ –માતા પિતાની રજા લઈને હું આપની પાસે જલદી આવીને દીક્ષા લઈશ, એમ પ્રભુની આગળ કહીને કુંવર માબાપની પાસે ગયા. અને પ્રભુ પાસે દીક્ષા લેવી છે એમ કહીને દીક્ષાની રજા માગી. તે સાંભળીને માબાપ શરૂઆતમાં તો ઘણો કલ્પાંત કરવા લાગ્યા. અને ચારિત્ર પાળવું કેટલું કઠીન છે તે કુંવરને સમજાવવા લાગ્યા. તે વખતે સુબાહુકુમાર વિનય પૂર્વક માતાપિતાને કહે છે કે આ ભવજલધિ એટલે સંસાર સમુદ્ર ઘણે ભયંકર છે. તેની અંદર અનાદિ કાલથી જી રખાયા કરે છે માટે તે એકાંત દુઃખથી ભરેલું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org