________________
[૨૪]
શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત અર્થ: પહેલાં કહ્યું તેમ તામ્રપાત્ર (તાંબાના વાસણ) જેવા સમકિતી શ્રાવક, રૂપાના પાત્ર સમાન દેશવિરતી શ્રાવક, સુવર્ણના પાત્ર સમાન સર્વ વિરતિ મુનિરાજ અને રત્નના વાસણ જેવા તીર્થકર ભગવાન એ કમના અનુસારે એ ચાર પ્રકારના પાત્રને વિષે દાન આપતાં અનુક્રમે એક એકથી વધતે લાભ મળે છે. સમકિતીને આપતાં જે લાભ તેથી દેશવિરતીને આપતાં વધારે લાભ, તેથી સર્વવિરતિ મુનિરાજને આપતાં વધારે લાભ થાય અને તેથી પણ તીર્થકરને આપતાં સૌથી વધારે લાભ કહ્યો છે. એ પ્રમાણે સુપાત્રને દાન આપવાથી આ લેકમાં પણ ભરપૂર સુખ મળે છે. તેમજ પરભવમાં જરૂર ઉત્તમ ધર્મને લાભ મળે છે, તથા છેવટે મેક્ષ પણ મેળવી શકાય છે. ૨૮૬.
સુપાત્રને દાન દેવાથી કેને કેવો લાભ થયો? તે દષ્ટાંત આપીને જણાવે છે – સુભગ હાલ સર્વને શુભ પાત્ર દાની પુણ્યથી, સૂક્ષ્મ વેપારી સુદત્ત મુનીશને ઉલ્લાસથી; હેરાવતા પુણ્યોદયે નૃપ અદીન શત્રુ તનય પણે, નામે સુબાહુ કુમાર હવે સુભગ બહાલો સર્વને. ર૮૭
અર્થ:–સુપાત્રને દાન કરનાર ભવ્ય જીવે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યવડે (સૌભાગ્ય નામ કર્મના ઉદયથી ) સોભાગી થાય, એટલે સર્વને હાલો લાગે તે થાય છે. જુઓ સૂમ નામના વેપારીઓ સુદત્ત નામના મુનીશ્વરને ઉમંગ અને ભાવપૂર્વક નિર્દોષ આહારાદિક હેરાવ્યાં. તેથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org