________________
[ ર૯૦ ]
શ્રી વિજયપદ્યસૂરિજી કૃત અને શબમાં તફાવત જોતા નથી. કેઈએ સમજાવ્યા છતાં પણ કંજૂસ કાંઈ પણ ખરચતું નથી. પરંતુ આખરે જ્યારે કંજૂસને પણ મરણ પ્રાપ્ત થાય છે ત્યારે જે એકલા આવ્યો હતો તે એકલેજ ભેગું કરેલું ધન વગેરે મૂકીને હાથ ઘસતો એટલે ફેગટ જન્મ ગુમાવીને ચાલ્યો જાય છે. માટે તેવા કંજૂસને ધિક્કાર થાઓ. ૨૮૧. - ઉત્તમ શ્રાવકે દીન દુઃખી જીવને જોઈને શે વિચાર કરે? તે જણાવે છે -
દુખિયા થયા બીજા જનો નિજ કર્મના ઉદયે કરી, ભવ જલધિ તરવા તુંબડા તે તાહરે બૂઝ તું જરી; છે દાનથી ઉદ્ધાર તારે શ્રાદ્ધ કહું હિત વચનને, દીધા વિના જે ખાય છે તે પાપને ન અનાજને. ૨૮૨
અર્થ–બીજા માણસે પિતાના કર્મના ઉદયથી દુઃખી થયા. પણ હે શ્રાવક ! તેઓ તારે માટે તે સંસાર રૂપી સમુદ્રને તરવા માટે તુંબડા જેવા છે એમ જરૂર સમજજે. કારણ કે બીજા છે જે કે પિત પિતાના કરેલા કર્મને અનુસારે દુઃખી થયા છે, પરંતુ તેમને દુઃખી જોઈને તેઓ શા શા કારણેથી, કેવા કેવા કર્મો કરવાથી દુઃખી થયા તે જાણવાનું તને તેમના દષ્ટાંતથી મળ્યું. માટે જે તે તે દષ્ટાન્તો ઉપરથી બોધ લે તો તે દષ્ટાન્તો દ્વારા તેઓ તને આ સંસાર સમુદ્ર તરવા માટે ઉપયેગી થાય માટે તેઓને તુંબડાની ઉપમા આપી. કારણ કે તુંબડા બાંધીને માણસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org