________________
શ્રી ધર્મજાગરિકા
[ ૨૮૯]
કંજૂસ અને મડદામાં ઘણે ભાગે ભેદ (ફરક) નથી એમ જણાવે છે –' કંજૂસ તિમ શબ બેઉ સરખાના જરી પણ બોલતા, બેઉની પાછળ રૂએ જન બેઉનેજ ઉપાડતા; અક્કડ જણાએ બેઉ બુધ દેખે નહિ ત્યાં ભેદને, હાથ ઘસતે સંચરે ધિક્કાર હો કંસને. ૨૮૧
અર્થ –વળી કંજૂસ માણસને અને શબને-મડદાને સરખા ગણાવ્યા છે. કારણ કે બંને બેલતા નથી. શબ તો અચેતન છે એટલે બોલતું નથી અને કંજૂસ માણસ ગરીબ જને તેની પાસે કોઈ માગણી કરે, ત્યારે કાંઈ બોલતો નથી.. (એટલે કે આપતો નથી અથવા ધર્મકાર્યમાં કાંઈ વાપરતો નથી.) વળી જેમ મડદાને જ્યારે ઘરમાંથી લઈ જવામાં આવે છે ત્યારે તેના કુટુંબીઓ તેની પાછળ રોકળ કરે છે તેમ કંજૂસ જ્યારે માગનાર ગરીબને કાંઈ પણ આપ્યા સિવાય વાહનમાં બેસીને ચાલ્યા જાય છે, ત્યારે તેની પાછળ, ગરીબ રડે છે. કાંઈ પણ નહિ મળવાથી તેઓ દીલગીર થાય છે. વળી જેમ મડદાને ઠાઠડીમાં બાંધીને લઈ જવામાં આવે છે. તેમ કંજૂસ માણસને પણ ઘણું કરીને પાલખી વગેરે વાહનમાં બેસાડી લઈ જવામાં આવે છે. તથા બંને જણા અકકડ જણાય છે. કારણ કે માણસમાંથી જીવ ચાલ્યો જાય, છે એટલે તેનું શબ અક્કડ બની જાય છે. વાળવું હોય તેમ વાળી શકાતું નથી. તેમ કંજૂસ પણ લક્ષમીના મદથી અભિ માની થઈને ફર્યા કરે છે. આમ હોવાથી પંડિતે કંજૂસ
૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org