________________
[૨૮૮]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત ઉપર સ્નેહ છે. અહીં જડના બે અર્થ કરવા, એક તો જડ એટલે જલ અથવા પાણી અને બીજો અર્થ ધન. તાવવાળાને પાણી ઘણું ભાવે છે માટે તેને તેના ઉપર સ્નેહ કહ્યો, અને કંજુસને ધન ઉપર અધિક રાગ છે. વળી તે બંનેને તે મરે એટલે ભક્ત ઉપર દ્વેષ છે. અહીં પણ ભક્તના બે અર્થ કરવા. પ્રથમ તે ભક્ત એટલે ભજન. તાવવાળાને જન ભાવતું નથી માટે તેના ઉપર દ્વેષ કહ્યો. બીજો અર્થ ભક્ત એટલે સેવા કરનારે. કંજુસ ધનવાનને તેના ધંધામાંથી સેવા કરનારને કાંઈ આપવું પડશે એવી બુદ્ધિથી તેના ઉપર છેષ થાય છે. તથા બંનેના મેંઢામાં કટુતા હોય છે. અહીં કટુતાને એક અર્થ કડવાશ થાય છે. તાવવાળાનું મુખ્ય કડવાશવાળું રહે છે, અને બીજો અર્થ વાણીની કડવાશ. બીજાને અપ્રિય લાગે તેવાં વચન બોલવા. કંજૂસની વાણીમાં કડવાશ છે. કઈ માગે અથવા વાપરવાનું કહે તે તેને કડવાં વચન સંભળાવે છે. વળી બંનેને “ભૂરિ લંઘન” હોય છે. અહીં ભૂરિ લંઘનના બે અર્થ આ પ્રમાણે–પ્રથમ પક્ષે ભૂરિ એટલે ઘણી અને લંઘન એટલે લાંઘણો. તાવવાળાને ઘણી લાંઘણે થાય છે. અને બીજા પક્ષમાં ભૂરિ એટલે ઘણું અને લંઘન એટલે ઓળંગવું. એટલે પૈસાવાળે પૈસા કમાવા માટે ઘણા દેશ પરદેશ તથા સમુદ્ર માર્ગો ઓળંગે છે. જ્યાં ત્યાં રખડે છે. ઉપરની બીના સમજીને યથાશક્તિ દાન દેવામાં ઉત્તમ ધનિક શ્રાવકો જરૂર ઉદ્યમ કરે જ. ૨૮૦.
१ ज्वरादौ लंघनं प्रोक्त', ज्वरमध्ये च पाचनं ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org