________________
શ્રી ધર્મજાગરિકા
[૨૮૩]
કરતી નથી અથવા તેનાં સંકટ નાશ પામે છે. તે દાની પુરૂષને સંસારની રખડપટ્ટી ઓછી જ રહે છે. માટે હે ચેતન! આવા ઉત્તમ ફળ આપનાર દાનને હમેશાં દેજે. ર૭૪.
જિન ભુવન પડિમા તેમ આગમ પૂજ્ય ચઉવિહસંધએ, છે સાત ક્ષેત્ર તેહમાં નિજ ભૂરિ ધન રૂપ બીજને જે વાવતા તે પામતા મનની સમાધિ હર્ષથી, કીર્તિ બનેતસ કિંકરી લક્ષ્મી ઘણી વળી નિયમથી. ર૭૫.
અથ–જે દાની જને પોતાના ઘણું ધનરૂપી બીજને જિનભુવન એટલે દેરાસર (૧), પડિમા એટલે જિનેશ્વરની મૂર્તિ (૨) તથા આગમ એટલે સિદ્ધાન્ત (૩) અને ચાર પ્રકારને (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી) પૂજ્યશ્રી સંઘ એ સાત ક્ષેત્રોમાં વાવે છે (વાપરે છે) તેઓ આનંદથી મનની સમાધિ એટલે શાંતિને પામે છે. કીર્તિ તેમની દાસી બને છે (દાતારની કીર્તિ ચારે તરફ ફેલાય છે) તથા દાન કરવાથી તેની લક્ષ્મી ઘટવાને બદલે નિશ્ચ વધતી જાય છે. જેમ જેમ કૂવાનું પાણી વપરાય તેમ તેમ નવું નવું પાણું નીચેથી આવતું જાય. આની માફક દાનેશ્વરી સાત ક્ષેત્રમાં યથાશક્તિ ધન વાપરે તોજ લક્ષ્મી વધે. લક્ષ્મીને વધારવાને ઉપાય દાનજ છે. દાટવાથી તે લક્ષ્મી દેવી કે પાયમાન થાય, તેમ કરવાથી લક્ષ્મી ઘટેજ. આવી ઉત્તમ સલાહ અનુપમા દેવીએ આપવાથી આબુ ઉપર મંત્રી વસ્તુપાલ તેજપાલે પવિત્ર વિશાલ ભવ્ય જિનમંદિર બંધાવ્યા. ઘણું જ્ઞાનભંડાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org