________________
[,૨૮૨]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી
આ દાનરંગી ભવ્ય જી સકલ સંકટ દૂર કરે, ભરત ધન્યકુમાર જેવા સંપદા ભોગે વરે; સર્વ જી તેહનો માને હુકમ ઘરી હર્ષને, રાજમાન્ય બને જ તે પામે નહિ અપકીર્તિને. ર૭૩
અર્થ –આવા પ્રકારના દાનરંગી એટલે દાન દેવામાં આસક્ત ભવ્ય જ સઘળા ઉપદ્રવને નાશ કરે છે. તથા દાન કરવાથી ભરત ચક્રવતીના જેવી તથા ધન્યકુમારના જેવી સંપત્તિ અને ભોગોને પામે છે. વળી સર્વે આનંદપૂર્વક તેના (દાનેશ્વરીના) હુકમને માન્ય રાખે છે-હુકમ પ્રમાણે વર્તે છે. રાજાને પણ માન્ય–આદર આપવા લાયક તે દાતાર થાય છે. વળી તે દાન દેનારા ભવ્ય જે અપકીર્તિ-અપયશને પણ પામતા નથી. ર૭૩. તે હાર ના પામે કદી તિમ માંદગી પામે નહિ, તેમાં રહે નહિ દીનતા ભય તેહને પીડે નહિ સવિ આપદા પડે નહિ તે ભાગ્યશાળી જીવને, ઓછોજ છે સંસાર ચેતન ! નિત્ય કર આ દાનને. ૨૭૪
અર્થ –વળી દાન આપનાર ભવ્ય જીવો કદાપિ શત્રુઓની આગળ હાર પામતા નથી. અથવા શત્રુઓ તેની આગળ હારી જાય છે. તથા દાનેશ્વરીને માંદગી–મંદવાડ થતો નથી એટલે તેનું શરીર નીરોગી રહે છે. દીનતા એટલે ગરીબાઈ તેની આગળ રહી શકતી નથી. ભય પણ તેને પીડા. કરતો નથી એટલે તેને કેઈને ભય રહેતો નથી. વળી તે ભાગ્યશાળી જીવને કોઈ પણ પ્રકારની આપત્તિઓ પીડા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org