________________
[૨૧]
શ્રી ધર્મજાગરિકા શુભ વિનયને તિમ નાણને વૃદ્ધિ પમાડે પ્રશમને, ઉત્સાહ આપે અધિક તપને સાધવાને દાનીને. ર૭૧
અર્થ –ન્યાય માગે કમાએલા દ્રવ્યથી કષ્ય (સુપાત્રને ખપે તેવા) શુદ્ધ એટલે નિર્દોષ પદાર્થ જે આહાર વસ્ત્રાદિનું સુપારને આપેલું દાન તે દાતારના નિર્મલ ચારિત્ર –ઉત્તમ આચરણને ઘણું વધારે છે. વળી તેવું દાન તેના સુવિનયમાં, જ્ઞાનમાં તથા શાન્તિમાં વધારો કરે છે. તથા તેવું દાન દાતારને તપ સાધવા માટે અધિક ઉત્સાહ આપે છે. ર૭૧. સિદ્ધાંતના પઠનાદિને દાન કરે ઉલ્લાસથી, શુભ પુણ્યને પેદા કરે પાપ હરે તે વેગથી; ઘે સ્વર્ગ ને અપવર્ગ કેરી ઋદ્ધિને પણ અનુક્રમે, સિભાગ્ય ઉત્તમ તે લહે અરિવર્ગ પણ તેને નમે. ર૭ર
અર્થ:–વળી પૂર્વે કહ્યા પ્રમાણે દાન કરવાથી દાન કરનાર ભવ્ય જીવો સિદ્ધાન્તને અભ્યાસ વગેરે આનંદપૂર્વક કરે છે. નવીન શુભ પુણ્યને ઉપાર્જન કરે છે. તેમજ જલ્દીથી પાપ કર્મોને નાશ કરે છે. વળી તે દાન દાતારને સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ કરાવે છે. અનુકમે અપવર્ગ એટલે મોક્ષની સંપત્તિ પણ પમાડે છે. દાન કરનાર શ્રેષ્ઠ સૌભાગ્યને પામે છે. અને તેને શત્રુને સમૂહ વૈરભાવ તજી નમસ્કાર કરે છે. ર૭ર.
૧ લેકને વહાલું લાગે તેવો સ્વભાવ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org