________________
શ્રી ધર્મજાગરિકો
[૭૭] નિર્ધનપણું વિધવાપણું ફલ એહ પહેલા ભેદનું, બીજા તણું નહિ પુત્ર તિમ દુભગપણું ત્રીજા તણું; ચોથા તણું ફલ અલ્પ આયુ પાંચમાંનું હીનતા, છઠ્ઠ તણું ફલ રાગ શ્રાવક દાન મેલા છોડતા. ૨૬૭
અર્થ–પ્રથમ ભેદવાળું મલિન દાન જે સ્ત્રી આપે તો નિર્ધનપણાની-દરિદ્રતાની પ્રાપ્તિ અથવા વિધવાપણું-રંડાપાની પ્રાપ્તિરૂપી ફળ જાણવું. બીજા પ્રકારના મેલા દાનથી પુત્રને લાભ થતો નથી એટલે અપુત્રપણું પામે છે. અને દુર્ભગપણું રદૌભગ્યતા (બધાને વહાલો ન લાગે) એ ફક્ત ત્રીજા મેલા દાનથી પામે છે. ચોથા મેલા દાનથી આયુષ્ય અલ્પ થાય (ઘટે) છે. તથા પાંચમા મેલા દાનથી હીનતા-હીનપણું અથવા લેકમાં આ માણસ નીચ છે એવી અપકીતિ ફેલાય છે. અને રેગની પ્રાપ્તિ એ છઠ્ઠા મેલા દાનનું ફલ છે. એ પ્રમાણે જાણીને શ્રાવકેએ આ છ પ્રકારના મેલા દાનનો ત્યાગ કરે. જુઓ સાક્ષીપાઠઃ-ક્ષિત અન્નારી, નિર્ધના તિકતા છે अपुत्रा च कृतावने, सानुतापे च दुर्भगा ॥१॥ विकत्थिते स्यादल्पायुः, हीयमाने च हीनता ॥ अनौचित्ये भवेद् व्याधिः, ટન યુનનુમાન્ / ૨ / ૨૬૭.
૧ હેરાવવાનો (દાન આપવાનો) પ્રાયે વિશેષ પ્રસંગ શ્રાવિકા આદિ સ્ત્રી વર્ગને હોવાથી તે પ્રમાણે મુખ્યતાએ ફલ કહ્યું. એમ પુરૂષ જે તેમ કરે તે તેને પણ નિર્ધનપણું અને સ્ત્રીનું મરણ આદિ અનિષ્ટ ફલ મળે એ તે સમજાય એવી બીના છે.
૨ દેખનારને વહાલે ન લાગે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org