________________
શ્રી ધર્મજાગરિકા
[૨૭૫]
જણાવ્યું તેજ છે એમ શ્રી દશ વૈકાલિક ટકા તથા અષ્ટક આદિ અનેક શાસ્ત્રાવલોકનથી સમજાય છે. ર૬૪.
વળી દાન નહિ દેવા ઈચ્છનારની બીજી કેવી કેવી ચેષ્ટાઓ હેય તે કહે છે – અંગે ચેષ્ટાથી કળાએ ભાવ કેવા દાનિના, નરેગ દાની છે છતાં દેતાંજ કંપે કર ઘણાં દેય વસ્તુને છુપાવે તેમ ઢાંકે અન્યથી, ઈમ ભાવની ઓછાશ જાણું પાત્ર એ લેતાં નથી. ર૬૫
અર્થ –દાન આપનારના દાન સંબંધી કેવા ભાવ છે. તે તેની અંગચેષ્ટા–શરીરની કિયા ઉપરથી પણ જણાય છે. જેમકે દાન આપનાર નીરોગી હોય તે છતાં હરાવતી વખતે તેના હાથે ઘણા કંપતા જણાય તો તેથી પણ તેના ભાવની ઓછાશ જાણી શકાય છે. વળી આપવા લાયક વસ્તુને સંતાડી દે. અથવા તે વસ્તુને બીજી સચિત્તાદિ વસ્તુથી ઢાંકી દે. અને દેવાની ચીજ ઉપર સચિત્ત પદાર્થ મૂકે આવી ક્રિયા કરનારમાં દાન દેવાના ભાવની ઓછાશ છે એમ જાણીને જે જીવો સુપાત્ર છે તે તેવા પ્રકારે અપાતા દાનના પ્રસંગે ઉચિતપણું જાળવે છે. એટલે મુનિધર્મ અને શ્રાવકના ભાવ જળવાય તેવો જવાબ આપી બીજા સ્થલે ગોચરી જાય. ર૬૫.
૧ “વર્તમાનયોગ” આદિ નિર્દોષ રૂચિકર વચન બોલે. ગોચરીને લીધા પછી જતી વખતે શ્રાવક લાભ દેજે” એમ કહે ત્યારે મુનિરાજ “વર્તમાન યુગ” કહે છે, તેનું કારણ એ કે-આઉખાને ભરોસો નથી અને કોઈ બીજા કાર્યને લઈને કહ્યા મુજબ ફરી ગોચરી માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org