________________
[૨૭]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત વડે અસ્થિર–નાશવંત એવા દ્રવ્યને પણ સવ્યય થઈ શકે છે એવા દાનને સમજાવનાર પ્રભુની અમારા ઉપર ઘણી દયા છે. આવા પ્રકારની ભાવના રાખી શ્રાવકે નિરંતર દાન દેવું જોઈએ. ૨૫૭.
દાન આપતાં દાનની અનુમોદના કેવી રીતે કરવી? તે કહે છે – ધન્ય તે શ્રેયાંસ જેણે આદિ પ્રભુને ખૂશ થઈ, હરાવીયો રસ શેલડીને શુભ ત્રિપુટી મેળવી; કરતો નથી તેના સમું કંઈ એમ દેતાં ભાવજે, ક્ષણ એહવે મલજો ફરી અનુમોદના સાચીજ એ. ૨૫૮ " અર્થ –જેણે અત્યંત હર્ષપૂર્વક પ્રથમ તીર્થકર શ્રી 2ષભદેવ ભગવાનને લગભગ બાર માસના ઉપવાસને અંતે શુભ ત્રિપુટી એટલે સુપાત્ર, સુદાન અને સુભાવ (તીર્થકર સમાન સુપાત્ર, ધનસાર્થવાહ વિગેરેના જે ભાવ અને શેલડીના રસ જેવું નિર્દોષ દાન) એ ત્રણેના સગપૂર્વક શેલડીને રસ હેરાવીને આ અવસર્પિણું કાલમાં દાન માર્ગ શરૂ કર્યો એ શ્રેયાંસકુમારને ધન્ય છે. હું તેમના જેવું કાંઈ કરતો નથી. હે જીવ! દાન દેતાં એવી ભાવના ભાવજે. મને પણ આ શુભ અવસર ફરી ફરીને મલો એવી ભાવના તેજ સાચી અનમેદના જાણવી. ૨૫૮. | સુપાત્રને દાન આપવાનો અવસર આવે ત્યારે શ્રાવકે કેવી ભાવના રાખવી, મીઠી વાણી બોલવી વગેરે જણાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org