________________
[૨૬૬ ]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત પાસે તેના દાન આપવાના પરિણામ નહિ છતાં બેલાભિયોગેપિતાના બલના પ્રયોગથી (બલાત્કારે) દાન અપાવ્યું ત્યારે તે કહેવા લાગી કે હું દાન આપતી નથી પણ આ ચાટ દાન આપે છે. આ તામસી દાનને પ્રકાર જાણો. કપિલા દાસીનું ટુંકમાં દષ્ટાન્ત આ પ્રમાણે જ્યારે શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર સ્વામીને મુખે પોતાનું નરક ગમન સાંભળ્યું ત્યારે તેમણે પ્રભુને વિનતિ કરી કે આપ જેવા સમર્થનું શરણ મળ્યા છતાં મારે નરકે જવું પડે તે કેવું કહેવાય ? માટે કોઈ પણ રીતે મારું નરક ગમન નિવારે. ત્યારે પ્રભુએ. કહ્યું કે તેં પ્રથમ ગણિી હરણને શિકાર કરતાં નરકનું આયુષ્ય બાંધ્યું છે, તેથી નરક ગમન કેઈથી નિવારી શકાય નહિ. માટે આ બાબતમાં કોઈ ઉપાય નથી. તે છતાં શ્રેણિક રાજાએ ઘણે આગ્રહ કરવાથી પ્રભુએ કહ્યું કે જો તું તારી કપિલા નામની દાસી પાસે મુનિને દાન દેવરાવે, અથવા કાલસૌકરિક નામને કસાઈ જે પાંચસે પાડાનો દરરોજ વધા કરે છે તેને એક દિવસ વધ બંધ કરાવે તો તારૂં નરક ગમન રેકાય. શ્રેણિક રાજાએ પ્રભુને કહ્યું કે આ તે ઘણું સહેલી વાત છે. હમણાં જ જઈને તે પ્રમાણે કરાવું છું.
- શ્રેણિકે પિતાને મહેલે જઈને કપિલા દાસીને બેલાવી. તેને મુનિને દાન આપવા કહ્યું. કપિલાએ કહ્યું કે બીજું ગમે તે કામ બતાવે તે કરીશ, પણ દાન આપવાનું કામ મારાથી થશે નહિ. રાજાએ ઘણી ઘણી લાલચ આપી સમજાવી પણ દાસી એકની બે ન થઈ. છેવટે તેના હાથે ચાટો બાંધી દાન આપવા માંડયું ત્યારે પણ તે કહેવા લાગી કે આ દાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org