________________
શ્રી ધર્મજાગરિક
[૬૭] હું આપતી નથી, પણ શ્રેણિક મહારાજાને ચાટે દાન આપે છે.
દાસી પાસે નાસીપાસ થએલા રાજાએ કલાકરિકને બોલાવી તેને ૫૦૦ પાડાને વધ બંધ રાખવા કહ્યું. તેણે પણ માન્યુ નહિ, ત્યારે રાજાએ તેને બાંધીને કૂવામાં નાખે. ત્યાં પણ તેણે માટીના ૫૦૦ પાડા પાણીમાં ચીતરીને માર્યા. એ પ્રમાણે શ્રેણિક મહારાજા ત્યાં પણ નિષ્ફળ થયા. કારણ કે ભાવી મિથ્યા થઈ શકતું નથી. તેમને ખાત્રી થઈ કે નરકમાં જરૂર જવું પડશે. ધ્યાનમાં રાખવું કે રાજા શ્રેણિકે મિથ્યાદષ્ટિપણામાંજ નરક યુષ્ય બાંધ્યું હતું. વળીનાગશ્રીએ સુપાત્રને કડવી તુંબડીનું શાક વહોરાવ્યું જેથી તેને દુઃખ ભેગવવાં પડયાં માટે સાત્વિક દાનજ ઉત્તમ છે, કે જે ચેડા ટાઈમમાં સગતિ-સ્વર્ગ અને મેક્ષ રૂપ સારી ગતિ આપે છે. ૨૫૪.
હવે આ ગાથામાં દાનનાં પાંચ ભૂષણે કહે છે: -
આનંદના આંસુ વહે રોમાંચ હોય ખડા વલી, બહુમાનતિમ અનુમોદનાપ્રિયપાત્ર ગુણી કલી; ઉપદેશ ગ્રંથો દાન ભૂષણ પાંચ એમ જણાવતા, વળી પાંચ દૂષણ ટૂંકમાં એહીજ ગ્રંથ જણાવતા. ૨૫૫
અર્થ:–ગુણી પાત્રને જોઈને દાતારની આંખમાં હર્ષનાં આંસુ આવે. ૧, વળી તેની મરજી (મરાય; રૂંવાટા) વિકસ્વર થાય. ૨ ગુણ પ્રત્યે બહુમાનની લાગણી થાય. ૩ અનુમોદના (મારે ત્યાં આપના જેવાના પગલાં થવાથી આજે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org