________________
શ્રી ધર્મજાગરિકા '
[૨૬૩] પછીથી બે ઘડી વીત્યા બાદ જાણ. અને ગોચરી માટેનો પણ એ શરૂઆતને (વહેલામાં વહેલો) કાલ કહે છે. એમ દેનારે અને લેનારે કદાપિ પણ ભૂલવું નહિ. ૨૫૦. રવિ ઉદયની પૂર્વમાં રાંધેલ દાન દીએ નહિ, જયણ અપૂરવ જાળવે તે શ્રાદ્ધને શિવ દૂર નહિ, મોક્ષદાયી સુપાત્ર દાને એહ બીના જાણજે, દાન ગુણ ફલ ભાવ જાણી દાનથી સુખીયા થજે. ૨૫૧
અર્થ:–વળી સૂર્યના ઉગ્યા પહેલાં રાંધેલ અહારનું દાન મુનિરાજને દેવું નહિ. કારણ કે સૂર્યોદય પહેલાં રાંધતાં જીવદયાદિ જ્યણું સાચવી શકતી નથી. માટે જેઓ અપૂર્વ (બરોબર ઉપયોગ પૂર્વક) જ્યણું સાચવે છે તેવા શ્રાવકને મેક્ષ બહુ દૂર નથી. અથવા તેને મેક્ષ નજીકમાં છે એમ જાણવું. એ પ્રમાણે વૈમાનિકાદિ સ્વર્ગ સુખથી માંડીને ઠેઠ મેક્ષના સુખ દેનારા સુપાત્ર દાનની બીના કહી, તેને હે શ્રાવકે ! તમે જાણજો. ઉપર કહ્યા પ્રમાણે દાનના ગુણોનું અને ફલનું રહસ્ય જાણીને તેવું સુપાત્રદાન દઈને હે શ્રાવકે! તમે સુખને મેળવજે. રપ૧.
આ દાનના ત્રણ પ્રકાર છે. ૧ સાત્વિક દાન, ૨ રાજસી દાન અને ૩ તામસી દાન. તેમાંથી આ ગાથામાં સાત્વિક દાનનું સ્વરૂપ સમજાવે છે – ઉચિત ક્ષેત્રે અવસરે સંપૂર્ણ ઉલ્લાસે કરી, દાન ભૂષણ પાંચ રાખી ફલ ન ચાહીને જરી;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org