________________
[ ર૬૨ ]
શ્રી વિજ્યપદ્યસૂરિજી કૃત
અનંતકાય છે એમ જાણીને સમજી શ્રાવકેએ તેવું અનાજ ન ખાવું, અને રાતે કઠોળ પલાળવાનો રિવાજ તદ્દન બંધ કરવો. સવારે પલાળવામાં પણ કાળને પાણીમાં થોડો વખત રાખવા. કારણ કે વધુ વખત રહે તો અનંતકાય અંકૂરા ફૂટે. સૌથી વધારે સારી પદ્ધતિ એ કે કઠળ બાફીને કામમાં લે તે પહેલાં જણાવેલ છેષ લગાર પણ લાગતું નથી. બીજા ધર્મવાલાને ત્યાં જમવા જતાં પહેલાં આ બાબત શ્રાવકે બહુજ કાળજી રાખવી. કારણ કે ત્યાં તેને વધારે પ્રચાર હોય છે. ૨૯ પલંકાની ભાજી. ૩૦. સૂઅરવલ્લી. (તે જંગલમાં મેટી વેલડીને જેવી થાય છે. ૩૧. કૂણી આંબલી-જ્યાં સુધી આંબલીમાં બીજ ન થાય, ત્યાં સુધી તે અનંતકાય છે. એમ બીજા અનેક કૂણું ફેલે પણ તેવા હોય છે. તેવા અનંતકાયને શ્રાવકે જરૂર ત્યાગ કરે. ૩ર. બટાટા અને ડુંગળી, સકરકંદ તેમજ જોષાતકી (હરડે) અને કેરડાને અંકુરા તથા હિંદુક વૃક્ષનાં કૂણાં ફૂલ, જેમાં ગેટલી બંધાણું ન હોય, એવા આંબા વિગેરે અનંતકાયમાં ગણાય છે. ધર્મિષ્ઠ શ્રાવક ઉપર પ્રમાણે અભક્ષ્યનું અને અનંતકાયનું સ્વરૂપ સમજીને આત્મહિતની ખાતર જરૂર તેને ત્યાગ કરવો જોઈએ. જીભની લાલસાને આધીન થઈને અનંતા જેની હિંસાનું પાપ બાંધવું, એ ડહાપણું ન કહેવાય. યાદ રાખવું કે ઘણાં દગાખોર લેકે દૂધના માવામાં અને ઘી વિગેરેમાં બટાટા, સરકંદ વિગેરેની ભેળસેળ કરે છે. તો તેથી પણ શ્રાવકે સાવચેત રહેવું જોઈએ. વળી દાનની (ગુરૂ મહારાજને વહેરાવવાની) શરૂઆત કરવાને વહેલામાં વહેલે કાળ સૂર્યોદય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org