________________
[ ર૬૦ ]
શ્રી વિજયેપદ્મસૂરિજી કૃત
ટુંકામાં લક્ષણ આ છે-જે વનસ્પતિનાં પાંદડાં ફલ વગેરેની નસ તથા સાંધા દેખાતાં ન હોય, અને ગાંઠ (ગાંઠા) પણ ગુપ્ત (માલુમ ન પડે તેવી હોય, તથા ભાંગીએ ત્યારે બરોબર ભાંગે (સરખી રીતે ભંગ (ભાંગવું) થાય) અને ભાગ્યા પછી તેને ભૂકો થઈ જાય તેમજ છેદીને ( ટુકડા વગેરે કરીને) વાવીએ તો પણ ઉગે, ઘણું કરીને આવી વનસ્પતિનાં પાંદડાં દલદાર અને ચીકણું હોય છે. અને પાંદડાં ફલ ઘણું કોમલ હાય, આવું સ્વરૂપ જ્યાં જાય, ત્યાં સમજવું કે આ અનંતકાય છે. ઉપર જણાવેલાં તમામ લક્ષણે અમુક અનંતકાયમાં મલી શકશે નહિ. એથી એમ સમજવું કે કઈ પણ અનંતકાયમાં ઉપર જણાવેલા લક્ષણોમાંથી એકાદિ લક્ષણ જરૂર ઘટે તે અનંતકાય છે એમ સમજવું. જો કે શ્રી પ્રજ્ઞાપના વિગેરે સૂત્રમાં બત્રીશથી પણ વધારે અનંતકાયના ભેદે જણાવ્યા છે. પણ તે સઘળાં અહીં બતાવી શકાય નહિ, માટે પ્રસિદ્ધ બત્રીશ અનંતકાયનું ટુંકામાં સ્વરૂપ જણાવું છું. તે આ પ્રમાણે ૧. જમીનની અંદર કંદ થાય છે, એવા તમામ જાત મંદ અનંતકાય છે એમ આગળ પણ સમજવું. ૨. લીલી હળદર. ૩. લીલું આદું. ૪. સૂરણકંદ. ૫. વજકંદ. ૬. લીલે કચેરે. ૭. સતાવળી વેલી. ૮. વિરાલી (એક જાતની વેલડી–સોફાલી ભેંયકેળું). ૯ કુંઆર (સેલર પણ ન ખાવાં જોઈએ, કારણ કે કુંઆરના પાઠાને મધ્યમ ભાગ કાઢીને તે બનાવવામાં આવે છે. આની વિશેષ વપરાશ કાકીયાવાડમાં જણાય છે.) ૧૦. થર. તેના સીજ, લંકા સીજ, હાથિયે, કાંટાળે ડાંડલી વિગેરે વર્જવા. ૧૧. લે. ૧૨.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org