________________
શ્રી ધર્મજાગરિકા
[૫૯] આરોગ્ય બગડે વિગેરે કારણે ધ્યાનમાં લઈને શ્રાવકે આવા પદાર્થો નજ ખાવા જોઈએ. અને “અન્ન એવી મતિ અને મતિ તેવી ગતિ” આ અને “આહાર એવો ઓડકાર આ બંને શિખામણ ભૂલવી ન જોઈએ. ચલિત રસના પ્રસંગે આ પણ યાદ રાખવું કે-એઠું ખાવું નહિ, એઠું છાંડવું નહિ, થાળી વાડકે જમીને ધોઈ પીવા, પિતાનું એઠું બીજાને દેવું નહિ. તેવી લેવડદેવડ કરવાથી એક બીજાના રેગ એક બીજાને લાગુ પડે, ધર્મારાધન અટકે, ધાર્મિક નિયમનો ભંગ થાય. દિવસ છતાં જમી લેવું. રસોઈ કરવી અથવા પૂરી કરવી તે બંને કાર્ય દિવસ છતાં કરવા. આવા નિયમ પ્રમાણે શ્રાવકોએ જરૂર વર્તવું જોઈએ. કારણકે એથી ધાર્મિક જીવનને અને વ્યાવહારિક જીવનને નિર્દોષ પદ્ધતિએ નિર્વાહ થઈ શકે છે.
૨૨. અનંતકાય–જેમાં શરીર એક છતાં તેમાં જીવે અનંતા રહ્યા હોય, એટલે અનંતા જીવેનું એક શરીર તે અનંતકાય કહેવાય. આ અનંતા જીવોને આહાર વિગેરે સાધારણ (એક સાથે લેવાને ) હોય છે. માટે સાધારણ વનસ્પતિકાય એમ પણ કહી શકાય. એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહ્યું છે. આજ બીનાને ટુંકામાં શ્રી શાંતિસૂરિજી મહારાજે શ્રી જીવવિચાર પ્રકરણમાં આ પ્રમાણે કહી છે “વિકતા તળુ- સાહor તે ૩” એટલે અનંતા જીવેનું એક શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય. તેના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. તેમાં અહીં બાદરની વાત ચાલે છે એમ સમજવું. બાદર અનંતકાયનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org