________________
[૫૮]
શ્રી વિજયપત્રસૂરિજી કૃત ૨૦-તુચ્છફલ-જે ફલ સાર વિનાનું એટલે ખાતાં આપણને તૃપ્તિ (ધરાવું) લગાર થાય, તે ત૭ફલ કહેવાય. તે ચણર, શેલડી વિગેરે જાણવાં. આ પદાર્થોને ખાતાં ઘણે ભાગ નકામો જાય, અને એંઠાં હોવાથી ફેંકીએ ત્યારે તેમાં કીડી આદિ ચૂંટે, સંમૂઈિમ જીવો ઉપજે, તેની હિંસા થાય. આવા અનેક જાતના ગેરલાભ જાણીને શ્રાવકે અને ત્યાગ કર જોઈએ.
૨૧-ચલિતરસ-જે ખાવાની ચીજને રસ બદલાયો હોય, એટલે પહેલાં કરતાં ચાખવામાં સ્વાદ જૂદ લાગે, તે પદાર્થો ચલિતરસ કહેવાય. રસ બદલાય, ત્યારે તેને વર્ણ (રંગ) ગંધ-સ્પર્શ પણ જરૂર બદલાય છે. વાસી અનાજ, રોટલા, રિટલી વિગેરેના રસ વિગેરે સૂર્ય આથમે, ત્યારે બદલાય છે, માટે તે ન ખવાય. શાસ્ત્રકાર ભગવંતે શ્રાદ્ધવિધિ વગેરે અનેક ગ્રંથમાં મીઠાઈને કાલ શિયાળામાં એક મહિને, ઉનાળામાં ૨૦ દિવસ અને ચોમાસામાં ૧૫ દિવસ કહ્યો છે. આનું ખરૂં રહસ્ય એ છે કે જેમાં પૂરેપૂરું ઘી, તેલ આદિ પદાર્થોનાંખ્યાં હેય, એટલે જેમાં ઘી તેલ આદિની ઓછાશ (કરકસર) ન હોય, તેવી મીઠાઈને કાલ ઉપર કહ્યા મુજબને સમજે. ઘી તેલની ઓછાશના પ્રમાણમાં મીઠાઈને કાલમાં જરૂર ઘટાડે સમજ. કેટલીક વખત એવું પણ બને છે કે જે દિવસે મીઠાઈ બનાવી તે દિવસે અભક્ષ્ય થાય. આનું કારણ એ કે બનાવવામાં કચાશ રહે તેથી વર્ણાદિ ફરી જાય અથવા લીલકુલ બઝે. ચલિત રસવાળા મીઠાઈ વિગેરેમાં અસંખ્યાતા દ્વીન્દ્રિય જીવો ઉપજે છે. ખાતાં જીવહિંસાનું પાપ લાગે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org