________________
શ્રી ધર્મજાગરિકા,
[૫૭]
પ્રાયે રીંગણના ખાનાર ઈવેની અંતિમ ઘડી બગડે છે, તેને ધૂમાડે આકાશમાં અદ્ધર ચાલતા વિમાનને અટકાવે છે. કહેનારને ખાવાની લાલસા હોય તેથી ઉપરની બીના છુપાવવી પડે છે. માટે “પોથીમાના રીંગણા” આ કહેવત પ્રસિદ્ધ છે. ભટ્ટજી કથા સંભળાવતાં બેલ્યા કે “રીંગણ ન ખાવા” આ એક બ્રાહ્મણે સાંભળ્યું. ત્યાંથી ઉઠીને ભટ્ટજીના રસોડામાં જોયું, ત્યાં રીંગણાં દીઠા. કથા પૂરી કરી ભટ્ટજી આવ્યા. ત્યારે પેલાએ ભટ્ટજીને પૂછ્યું કે મહારાજ ! આ રીંગણું કેમ રંધાય છે? ખાધા વિના ચાલતું નથી માટે. ભટ્ટજીએ કહ્યું કે-“એ તે પોથીમાના રીંગણાં” એટલે આ રસોડામાં જે રીંગણું રંધાય છે, તે ખાવામાં વાંધો નહિ. કથા વાંચતાં જે રીંગણાંનું નામ આવ્યું હતું તે જૂદા અને આ રીંગણ જુદા. એક કવિએ કહ્યું છે કે-કહે તો સો કરતે નહિ, મુખસે બડા લબાડ છે કાલા મુખ લે જાયગા, સાહિબ કે દરબાર ના કથની કથે સહુ કોઈ, રહેણી અતિ દુર્લભ હેઈ-વિગેરે.
૧૯-અજાણ્યાં ફલ વિગેરે. જેનું નામ-ગુણદેષ પોતે અગર બીજા જને ન જાણતાં હોય તેવા ફલ વિગેરે ન ખાવા જોઈએ, કારણકે કદાચ તે પદાર્થો ઝેરી નીકળે તો મરણત કષ્ટ વેઠવું પડે. પરમ કૃપાલુ શ્રી ગુરૂમહારાજે રાજકુમાર વંકચૂલને “અજાણ્યાં ફલ તારે ન ખાવાં” આ નિયમ કરાવ્યું. એક વખત ઘણે ભૂખ લાગી તો એ નિયમ હોવાથી અજાણ્ય ફલ તેણે ન ખાધું, તેથી તે બચી ગયે, ને ઝેરી ફલ બીજાએાએ ખાધું, તેથી તેઓ મરી ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org